બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ વડદલા ગામ પાસેની સીમમાં કેટલા ઈસમો બોલેરો પિકઅપ ગાડીમાં એસ.એસ.ની પાઇપો તથા એલ્યુમિનિયમના કેબલો ભરી રહ્યા હોવાની બાતમી દહેજ પોલીસને મળતા પોલીસે સ્થળ પર પહોંચી શોધખોળ કરતા એક બોલેરો પિકઅપ ગાડી નંબર GJ.16.AV 2507 મળી આવી હતી, જેની પાછળના ભાગે એસ.એસ.ના પાઇપો અને એલ્યુમિનિયમનાં કેબલો મળી આવ્યા હતા સાથે જ સ્થળ પર ગાડી સાથે 3 ઈસમો હાજર હોય પોલીસે મામલે તેઓની પૂછપરછ હાથધરી હતી.
દહેજ પોલીસની પૂછપરછમાં આ ઈસમોએ સદર મુદ્દામાલ એસ.એસ.પાઇપોનાં ટુકડા દહેજની વિશ્વાત કેમિકલ કંપનીમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી, તેમજ એલ્યુમિનિયમ કેબલો ઝઘડીયા જી.આઇ.ડી.સી ખાતેથી ચોરી કરેલાની કબૂલાત કરી હતી. પોલીસે આ ત્રણેય ઈસમો પાસેથી મળેલા એલ્યુમિનિયમના કેબલો આશરે 800 કિલો કિંમત રૂ.આશરે 2 લાખ તથા એસ.એસ.ના પાઇપોના ટુકડા આશરે 350 કી.લો કિંમત 1,05,000 લાખ તથા બોલેરે પિકઅપ ગાડી કિં. રૂ.7,50,000 મળી કુલ આશરે 10,55,000 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.
દહેજ પોલીસે સમગ્ર મામલે (૧) રાજકુમાર રામ કિશોર કલુવા ચૌધરી (૨) ડોલે હરચંદ પથ્થર શહાની (૩) અજયપાલ દીપચંદ બાલમકુંદ ગુર્જર તમામ રહે હાલ વાગરા તાલુકાની ધરપકડ કરી હતી સાથે જ તેઓએ વેચેલ મુદ્દામાલ બાબતે અંકલેશ્વરના મીરા નગરના હિફાજત નગર વિસ્તારનાં જુંમન અલ્લી સિપારસ અલ્લીખાન નામના ભાંગરિયાની પણ પૂછપરછ હાથધરી તેની ધરપકડ કરવામાં આવી હતી.