સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વિભાગ દ્વારા કોરોનાની ગાઈડલાઇન અનુસાર આજથી કોલેજનાં વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. દરેક શૈક્ષણિક સંસ્થાઓએ કોરોનાની ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું ફરજીયાત રહેશે. જેના ભાગરૂપે આજે ભરૂચની શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
કોલેજનાં પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થીઓને આનંદભેર વધાવવામાં આવ્યા હતા તો તેઓએ વધુમાં જણાવ્યુ હતું કે હાલ વિદ્યાર્થીઓ પરિક્ષાની તૈયારીમાં લાગી ગયા છે. ઓનલાઈનમાં તમામ કોર્ષ પૂર્ણ કરી આપવામાં આવ્યો છે જે વિદ્યાર્થીઓને વિષયમાં મુંજવણ હોય તે વિદ્યાર્થીઓ હાલ કોલેજમાં આવી રહ્યા છે તેમના માટે અમોએ વિદ્યાર્થિઓ માટે ફરજીયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ માટે દરેક વર્ગમાં વિષય દીઠ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આજથી કોલેજમાં પ્રથમ વર્ષનાં વર્ગો શરૂ થતાં વિદ્યાર્થીનીઓએ જણાવ્યુ હતું કે ઓનલાઈન અભ્યાસ કરતાં આજે કોલેજમાં આવી પ્રોફેસરોની સમક્ષ અભ્યાસ કરતાં પરિક્ષાની તૈયારીઓ અમો વધુ સારી રીતે કરી શકીશુ અને ઓનલાઈનમાં જે મુંજવણો હતી, જે પ્રશ્નો હતા તેના જવાબો વર્ગખંડમાં પ્રોફેસર પાસેથી મળી જાય છે. આજથી શરૂ થતી કોલેજોની કામગીરીથી વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી.
ભરૂચ : કોરોના મહામારી બાદ પ્રથમ વર્ષનાં વર્ગખંડો શરૂ થતાં વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી.
Advertisement