ભરૂચ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હેઠળ હિન્દૂસ્થાન નિર્માળ દળ દ્વારા આગામી નગરપાલિકાની ચૂંટણીઓમાં ઝંપલાવશે, તમામ 11 વોર્ડ માં હિન્દૂસ્થાન નિર્માળ દળનાં ઉમેદવારો ઉભા રાખવાં અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ આગામી દિવસોમાં ભરૂચ નગર પાલિકાની ચૂંટણી યોજવવા જઈ રહી છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો ચૂંટણી જંગમાં ઝંપ લાવી રહ્યા છે તેવામાં ભરૂચ નગરપાલિકાનાં તમામ 11 વોર્ડ ની 44 બેઠકો ઉપર હિન્દૂસ્થાન નિર્માણ દળ દ્વારા પોતાના ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત એક પત્રકાર પરિષદ યોજી કરવામાં આવી હતી, તેમજ તેઓના દ્વારા આગામી ચૂંટણીને લઈ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના દરેક વોર્ડની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી 22 જેટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી ઢંઢેરો (મેનીફેસટો) જાહેર કરવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન નિર્માણ દળ આગામી ચૂંટણીમાં જીતીને આવશે તો આ તમામ 22 જેટલા મુદ્દાઓને પ્રથમ પ્રાથમિકતા આપી તેને પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું, આ પ્રસંગે હિન્દૂસ્થાન નિર્માણ દળના ધવલ કનોજીયા, રાજેશ પંડિત, સેજલ દેસાઈ સહિત પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
થોડા દિવસો અગાઉ AIMIM ની એન્ટ્રીએ રાજકીય સમીકરણો ચર્ચાસ્પદ બનાવાયા હતા ત્યારબાદ ઓવૈસીએ સભા ગજવી પોતાની પાર્ટીનાં પ્રચારની શરૂઆત કરેલી ત્યારે આજે ડૉ. પ્રવીણ તોગડિયાએ HND (હિન્દૂસ્થાન નિર્માળ દળ) પાર્ટીનાં હોદ્દેદારોએ પત્રકાર પરિષદ યોજી ભરૂચ નગરપાલિકાની 11 વોર્ડ ની 44 બેઠક પર પોતાના પાર્ટીનાં ઉમેદવારો ઊભા રાખવાની સત્તાવાર જાહેરાત કરતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે તો બીજી તરફ HND અને AIMIM આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની હોય લોકોમાં પણ ચર્ચાસ્પદ બની છે.