Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ તાલુકાનાં સીતપોણ ગામના જુના ભીલ વાડા ખાતે પતિએ કરી પત્નીની હત્યા…જાણો વધુ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના સિતપોણ ગામ ખાતેના જુના ભીલવાડા વિસ્તારમાં રહેતી શાંતાબેન રમેશ વસાવા, ઉં.વ 45 તેના પતિ રમેશ વસાવા જોડે જમવા બાબતે તકરાર થઇ હતી, જે બાદ ઉશ્કેરાયેલા રમેશે તેની પતિ શાંતાને પ્લાસ્ટિકના પાઇપના સપાટા મારી તેને જમીન પર ઘસરી જઈ ધિક્કા પાટુનો માર મારી શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.

ઇજાગ્રસ શાંતા વસાવાને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેણીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, ઘટના અંગેની જાણ નબીપૂર પોલીસ મથકે થતા પોલીસે સ્થળ પર દોડી જઇ હુમલો કરનાર શાંતા વસાવાના પતિ રમેશ વસાવાની ધરપકડ કરી હતી. હાલ મામલે નબીપૂર પોલીસે મૃતક શાંતા બેનના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડી સમગ્ર મામલે રમેશ વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

સિતપોણ ગામ ખાતે સામાન્ય બાબતે થયેલ આ હત્યાની ઘટનાના પગલે ગ્રામજનોમાં ચકચાર મચી જવા પામ્યો હતો, અને હત્યારા પતિની બહેરેમી પૂર્વક મારમારવાની કરતૂતો સામે લોકોએ ફિટકાર વર્ષાવ્યો હતો.


Share

Related posts

માંગરોળ : ઉભારીયા ગામે રાત્રી રોકાણ કરતી એસ.ટી બસ ખખડધજ હાલતમાં હોવાથી મુસાફરો પરેશાન.

ProudOfGujarat

મૌજે નાની નરોલી ગામેથી પરપ્રાંતિય ઇસમને તેના માદર વતનમાં મોકલતી માંગરોલ પોલીસ.

ProudOfGujarat

ભરૂચમાં અનઅધિકૃત બોટલમાંથી ગેસ રિફિલિંગ નો પદાઁફાશ કરી બે શખ્સોને ઝડપી પાડતી એસ.ઓ.જી ની પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!