Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચમાં નર્મદા જયંતીની શ્રદ્ધાભેર ઉજવણી

Share

સવા મણ દૂધનો અભિષેક તો માછીમારો એ મહાયજ્ઞ કરી દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

નર્મદા નદીમાં તરતા દિવડા પણ મુકાયા

Advertisement

ગુજરાતની જીવાદોરી સમાન પાવન સલિલા માં નર્મદા ઓવારે આવેલા વિવિધ આશ્રમો  તીર્થધામો ઉપર ભવ્ય ઉજવણી કરાઈ હતી.

ગુજરાતની જીવાદોરી સમાન ગણાતી પાવન સલિલા માં નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી સતત ત્રણ વર્ષ થી પાણી છોડવામાં ન આવતા નર્મદા ઓવારે સુકાભઠ્ઠ બની ગયા છે અને કાદવ-કીચડ નાં સામ્રાજ્ય થી નર્મદા જયંતિની ઉજવણી કરનારા આશ્રમો તીર્થધામના  સંતો – મહંતો એ સરકાર સામે ભારે રોષ વ્યક્ત કર્યા બાદ મિડિયાના સહકાર થી પણ આખરે સરકારે કરજણ ડેમમાંથી  ૩૦૦૦ કયુસેક પાણી છોડતા નર્મદામાં થોડો ઘણો પાણીનો પ્રવાહ વધતા આજે નર્મદા માતાજી ને દુધનો અભિષેક પણ કર્યો હતો.

તો ભરૂચાના દશાશ્વમેઘ ઘાટ ખાતે નાં અતિપ્રાચીન નર્મદા માતાજીના મંદિરે નર્મદા માતાને સવા મણ દુધનો અભિષેક કરી ને માં નર્મદા ને નવા વસ્ત્રો અર્પણ કરી દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરાયું હતું.

તો વેજલપુર ખાતે વસતા માછીમારો ની જીવદોરી સમાન માં નર્મદા ગણાતી હોવાથી તમામ માછીમારો એ નર્મદા ઓવારે નર્મદા નદી જીવંત રહે તે માટે નર્મદા જયંતી મહોત્સવ ની ઉજવણીમાં નર્મદા મહાયજ્ઞ નું આયોજન કરાયું હતું જેમાં ૩૦ થી વધુ માછીમાર દંપતીઓએ મહાયજ્ઞમાં લ્હાવો લીધો હતો.

જે બપોર બાદ સંધ્યાકાળે માછીમારો નર્મદા જયંતી મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા સાથે નર્મદા નદીમાં નાવડીઓ સાથે માં નર્મદા ને ૬૦૦ મીટર લાંબી ચૂંદડી તથા દુધનો અભિષેક કરી સવા લાખ દીવડાઓ નર્મદામાં કાગળના પડિયામાં પ્રગટાવી તરતા મૂકી ને માં નર્મદા હંમેશા જીવંત રહે તેવી પ્રાથર્ના કરનાર રહે છે.

હારૂન પટેલ


Share

Related posts

ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે  – મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

ProudOfGujarat

દમણ થી સુરત લઇ જવાતો રૂપિયા 12000 ના વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા.જેમાં એક મહિલા,બે સગીર અને એક યુવક પણ…

ProudOfGujarat

રાજપીપલા ડેડીયાપાડા રોડ પર ઠેર ઠેર ઝાડો તૂટતાં વાહન વ્યવહાર ખોરવાયો..!

ProudOfGujarat
error: Content is protected !!