Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : સંયુકત કિસાન મોર્ચા દ્વારા અપાયેલા ચક્કાજામનાં એલાનને પગલે પાલેજ પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો…

Share

ચક્કા જામના એલાનને પગલે પાલેજ પોલીસ દ્વારા પાલેજ પોલીસ મથકની હદમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. છેલ્લા ૭૨ દિવસથી કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો હજુ કોઈ નિવેડો આવ્યો નથી. ત્યારે 6 ફેબ્રુઆરીના દિવસે સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા ચક્કાજામનું એલાન અપાયું હતું જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ એલર્ટ જોવા મળી હતી.

ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા વરેડીયા હાઇવે પર પાલેજ પોલીસ દ્વારા પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પાલેજ પોલીસ મથકના પોલીસ કર્મીઓ વરેડીયા ગામ નજીક બંદોબસ્તમાં નજરે પડ્યા હતા. તો બીજી તરફ પાલેજ પંથકમાં ચક્કાજામ એલાનની કોઈ અસર જોવા મળી ન હતી. નેશનલ હાઇવે નંબર ૪૮ પર વાહનવ્યવહાર રાબેતા મુજબ જોવા મળ્યો હતો.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

વાંકલ : વન, આદિજાતિમંત્રી ગણપતભાઈ વસાવાએ વેરાકુઈ અને નાંદોલા ખાતેથી વેકસીનેશન અભિયાનનો શુભારંભ કરાવ્યો.

ProudOfGujarat

નેત્રંગ તાલુકા કિશાન વિકાસ સંધનાં ઉપપ્રમુખને રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરાશે.

ProudOfGujarat

વલસાડ પાસે ડિવાઈડર સાથે ટાટા સુમો અથડાતાં બેનાં મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!