સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં BTP, AIMIM ના ગઠબંધન બાદથી ગુજરાતમાં ખાસ કરીને ભરૂચ, અને અમદાવાદના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો હતો, ગઠબંધન બાદ ઓવૈસી બ્રધર્સના આગમનની લોકચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની હતી, જે ચર્ચાઓનો આખરે આવતીકાલે અંત આવવા તરફ જઇ રહ્યું છે..!!
આજે મોડી સાંજે સુરત એરપોર્ટ પર AIMIM ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનું આગમન થશે, જ્યાં કાર્યકરો તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, સાથે જ તેઓ સુરતમાં કાર્યકરો અને કેટલાક આગેવાનોને મળ્યા બાદ ભરૂચ જિલ્લા તરફ આવશે, જ્યાં આવતીકાલે સવારે BTP ના છોટુ વસાવા સાથે ભરૂચના મનુબર ચોકડી વિસ્તારમાં 11 કલાકે સભા સ્થળે પહોંચી જનમેદનીને સંબોધિત કરશે..!!
મહત્વનું છે કે ઓવૈસી પોતાના મોટા ભાગના ભાષણોમાં કોંગ્રેસ, ભાજપ અને આર.એસ.એસ ને નિશાને લેતા હોય છે એવામાં આવતી કાલે યોજાનારી ગુજરાત માં AIMIM પાર્ટીના આગમન બાદની સૌ પ્રથમ સભા પર તમામ રાજકીય પક્ષો અને લોકોની નજર રહેશે તેમ રાજકીય પંડિતોમાં ચર્ચાઈ રહ્યું છે..!!
BTP અને AIMIM નું ગઠબંધન વિષે કેટલાક બુદ્ધિજીવીઓનું માનવામાં આવે તો, આ ગઠબંધન જો લાંબા સમય સુધી રહેશે તો તેનાથી કોંગ્રેસ સાથે સાથે ભાજપ માટે પણ એટલું જ નુકશાન ઉભું કરી શકે તેમ છે. આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આ પાર્ટીઓ સારું પ્રદશન ન કરે તો પણ આગામી વિધાનસભા અને લોકસભામાં ભાજપ, કોંગ્રેસના મતોનું વિભાજન કરી આ પાર્ટીઓ રાજકીય ગણિત બગાડી શકે તેવી ચર્ચાઓ પણ લોકો વચ્ચે ચર્ચાઈ રહી છે..!!!
આવતી કાલે ઝઘડીયા ખાતેથી છોટુ વસાવા અને ઓવૈસી પોતાની કાર મારફતે ભરૂચ આવી પહોંચશે, સાથે જ સૂત્રો એમ પણ જણાવી રહ્યા છે કે આ કારોનો કાફલો મોટી સંખ્યામા પણ હોઈ શકે છે. જે ચૂંટણીઓ પહેલા વિરોધીઓ સામે શક્તિ પ્રદશન રૂપી સંદેશો આપવાની પણ રણનીતિ હોઈ શકે છે..!!
રવિવારના મહા સંમેલનમાં અન્ય રાજકીય પાર્ટીના આગેવાનો કે કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાઈ શકે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે,પંરતુ આ મામલે હજુ આ બંને પાર્ટીઓ તરફ થી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી..!!
ઓવૈસી ના આગમન પૂર્વે AIMIM ના કાર્યકરો ઓવૈસીના ફોટો ઉપર ટેગ લાઈન મૂકી ખૂબ વાયરલ કરી રહ્યા છે, જેમાં ગુજરાતી, હિન્દી અને ઉર્દૂ ભાષામાં લખાણ લખવામાં આવ્યા છે, “લગા લો દમ આ રહે હૈ હમ” આ રહા હું ગુજરાત સહિતના સ્લોગનો લોકોમાં આકર્ષણ ઉભું કરવા માટે લખી વાયરલ કરી રહ્યા છે..!