ભરૂચ પોલીસ દ્વારા અસામાજીક પ્રવૃત્તિ કરતાં માથાભારે તત્વો સામે કડક પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના મુજબ સતત ત્રીજી વખત આજે ગૌ વંશની હેરાફેરી કરતાં એક શખ્સને ઝડપી લઈ વાહન ડિટેઇન કરી અસામાજીક પ્રવૃતિ અટકાવી છે.
આ બનાવની મળતી માહિતી અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગની સૂચના અનુસાર બી ડીવીઝન પોલીસ સ્ટેશન બી.એમ. પરમારનાં માર્ગદર્શન મુજબ ભરૂચનાં મુનિરા એપાર્ટમેન્ટ, ફલેટ નં.201 ધોબીવાડ, રજા મસ્જિદની પાસે રહેતો સફી ઉર્ફે અસ્લમ મહંમદ કુરેશીને ગૌ વંશની હેરાફેરી તથા કતલ કરતો હોય જે બાબતે ભરૂચ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ તેમજ અસામાજીક પ્રવૃતિ કરનાર માથાભારે શખ્સ વિરુદ્ધ પોલીસે સખત પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ભરૂચનાં ભઠિયારવાડ ખાતેથી પકડી ડિટેઇન કરી કોવિડ-19 ટેસ્ટ કરાવી આરોપીનો રિપોર્ટ નેગેટિવ આવતા પાસા અધિનિયમ હેઠળ આરોપી સફી ઉર્ફે અસ્લમ મહંમદની અટક કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે યોગ્ય જાપ્તા સાથે મોકલી આપેલ છે.