-ટેન્કર વાલ્વનું સીલ તોડી પ્લાસ્ટીકની પાઇપ વડે કેમિકલ કાઢી લેતા ડ્રાઈવરની ધરપકડ અન્ય એક વોન્ટેડ.
– 11 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી એસ.ઓ.જી પોલીસે વધુ તપાસ હાથ ધરી.
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના વડદલા ગામ નજીક ટેન્કરો પાર્ક કરવાની જગ્યા ઉપર એસ.ઓ.જી પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા,પોલીસના દરોડામાં એક ટેન્કરનો ડ્રાઈવર ટેન્કરમાંથી કેમિકલ સગેવગે કરતો ઝડપાયો હતો.
એસ.ઓ.જી પોલીસના દરોડામાં ટેન્કર નંબર GJ.06.U 8177 માંથી ડ્રાઈવર કમલેશકુમાર રાજકુમાર બિંદનાએ ટેન્કરના વાલ્વનું સીલ તોડી વાલ્વ ઉપર પ્લાસ્ટિકના ચાર કારબાઓ 20-20 લીટર લેખે કુલ 80 લીટર ઇથાઇલ એસીટેટ કેમિકલ કિં. રૂ.5,828 ની ચોરી કરી ભરતા પકડાઈ જતા ટેન્કર તથા ટેન્કરોમાં ભરેલ કેમિકલ મળી કુલ 11,98,896 લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કરો ટ્રાન્સપોર્ટ માલીકને બોલાવી ફરિયાદ લઇ ભરૂચ સી ડિવિઝન પોલીસે મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..!
પોલીસે સમગ્ર મામલે મૂળ યુ.પી ના ભદોહી જિલ્લાના વતની કમલેશ કુમાર રાજકુમાર બિંદની ધરપકડ કરી છે તો અન્ય એક ઈસમ રાજેશ કુમાર રામ આશ્રેય રહે. અલ્હાબાદ યુ.પી. નાને સમગ્ર મામલે વોન્ટેડ જાહેર કર્યો છે.