ભરૂચ જીલ્લામાં વધતાં અકસ્માતોને રોકવા માટે ભરૂચ વાહન વ્યવહાર અધિકારી દ્વારા 32 માં માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે આજે ભરૂચ વાહન વ્યવહારની કચેરી અને જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ ભરૂચ મહિલા પોલીસ અને આર.ટી.ઓ. મહિલા સ્ટાફ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડથી શક્તિનાથ સુધી મહિલા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ જીલ્લામાં રહેતી મહિલાઓને ટ્રાફિકનાં નિયમો પ્રત્યે મહિલાઓની પણ જાગૃતિ વધે. આજનાં સમયમાં પરિવારમાં બહાર જતી વખતે ટુ વ્હીલર, ફોર વહીલરમાં મહિલાઓ પણ પુરૂષ સમોવડી બની પરિવાર સાથે ડ્રાઇવિંગ કરતી થઈ છે ત્યારે મહિલાઓ પણ ટ્રાફિકનાં નિયમોનું પાલન કરે અને વધતાં જતાં અકસ્માતને અટકાવી શકાય તે સાથે આજે ભરૂચમાં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત મહિલા રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
Advertisement