સમગ્ર ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને રાજકારણમાં ભારે ઊથલ-પાથલ સર્જાય છે. ટૂંક સમયમાં પહેલા BTP અને AIMIM નાં ગઠબંધનનાં મુદ્દાએ ભારે ચર્ચા જગાવી હતી. આ મુદ્દે ભરૂચનાં પશ્ચિમ વિસ્તારમાં ભારતીય ટ્રાયબલ પાર્ટી અને ઓલ ઈન્ડિયા મજલીસ-એ ઇત્તે હાદુલ મુસ્લીમીનનું મહા સંમેલન યોજાનાર છે. ફરી એક વખત ઔવેસી અને AIMIM ની જાહેરસભા યોજાનાર છે. આગામી તા.7/2/2021 નાં રોજ રવિવારે સવારે 11 વાગ્યે મનુબર ચોકડી, વેલ્ફેર સ્કૂલની સામે ભરૂચ દહેજ રોડ ખાતે આ સંયુકત મહા સંમેલન યોજાશે.
અહીં નોંધનીય છે કે ઔવેસી અને AIMIM પાર્ટીની આ અગાઉ પણ ગઠબંધનની અનેક વાતો મીડિયામાં પ્રસાર થઈ હતી. આજે આ મુદ્દો પ્રકાશમાં આવતા ઔવેસી અને AIMIM નાં ગઠબંધનનાં સંયુકત મહાસંમેલન મીડિયામાં ચર્ચાતી વાતો સાચી ઠરી છે તો બીજી તરફ આ વિસ્તાર કોંગ્રેસનાં ગઢ સમાન વિસ્તાર માનવામા આવે છે. ભરૂચનાં પશ્ચિમ વિસ્તારમાં અનેક AIMIM નાં મતદારો પણ છે. આ અગાઉ આ સીટ કોંગ્રેસની ફિકસ સીટ છે જયાં આ વર્ષે AIMIM અને BTP નું મહાગઠબંધન થતાં રાજકીય ગરમાવો આવ્યો છે તેમજ આગામી સ્થાનિક ચૂંટણીને લઈને અનેક ચહલપહલ શરૂ થઈ ગઈ છે. આગામી સમયમાં BTP અને AIMIM નાં મહાગઠબંધનથી શું થશે ? કેવા પરિણામ આવશે ? તે તો આવનાર સમય જ બતાવશે. પરંતુ આ મહાગઠબંધનથી કોંગ્રેસને શું નફો નુકસાન થાય છે તે પણ એક ચર્ચાતો મહત્વનો પ્રશ્ન છે.
ભરૂચ : BTP અને AIMIM નાં ગઠબંધનનો મામલો, કોંગ્રેસનાં ગઢ સમાન પશ્ચિમ ભાગે આવેલ મનુબર ચોકડી વિસ્તારમાં ઓવૈસી અને છોટુ વસાવાનું મહા સંમેલન.
Advertisement