ભરૂચ નગરપાલિકાનાં વોર્ડ નંબર 11 માં ચૂંટણી બહિષ્કારનાં બેનરો સાથે લોકોએ રસ્તા પર નારા બાજી કરી આગામી સમયમાં ભાજપ કોંગ્રેસ બંનેનાં ઉમેદવારો જાહેર કરવાની આખરી ઘડીએ પાંચબત્તી વિસ્તારમાં લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીમાં જીલ્લા પ્રમુખનાં વોર્ડ નં.11 માં માળખાકીય સુવિધાઓ પણ નથી આજે આ વિસ્તારનાં રહેવાસીઓ રોડ પર ઉતરી નગરપાલિકા “હાય હાય” અને “રોડ નહીં તો વોટ નહીં” નાં નારા લગાવી ભરૂચનાં પાંચબત્તી વિસ્તારને ગજવી મુકયું હતું. આ વિસ્તારનાં લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં કાર્યો કરતાં લોકોમાંથી કોઈ એક વ્યક્તિને ટિકીટ આપવાની પણ આ સાથે પાંચબત્તી વિસ્તારનાં રહેવાસીઓએ માંગણી કરી છે.
આ ઉપરાંત આ વિસ્તારનાં સ્થાનિકોનું કહેવું છે કે અમારા વિસ્તારને નગરપાલિકા શાસકો ભૂલી ગયા છે. કોરોના જેવી મહામારીમાં પણ આ વિસ્તારનાં કોર્પોરેટરો કે સ્થાનિક આગેવાનો એક વખત પણ અમારી ખબર પૂછવા માટે આવ્યા નથી. અમારા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું છે, કોઈ સફાઈ કામદારો સાફ-સફાઈ કરતાં નથી તેમજ અહીં અનિયમિત પાણી આપવામાં આવે છે.
આ વિસ્તારમાં અસમાજિક તત્વોનો પણ અત્યંત ત્રાસ છે. અમારા દ્વારા અનેક વખત અહીંનાં અસામાજીક તત્વોને દૂર કરવા માટે નગરપાલિકાને અનેક વખત અરજીઓ કરવામાં આવી છે તેમ છતાં અહીં સત્તાધારી પક્ષ ભાજપનાં એક પણ વ્યક્તિ દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું નથી તેમજ અમારા વિસ્તારમાં ફાયર, એમ્બ્યુલન્સ આવી શકે તેવી પરિસ્થિતી ના હોય કારણ કે અહીં અસામાજીક તત્વોનું ભારે દબાણ છે. અમારી અરજી ઉપર કયારેય ભાજપનાં શાસકોએ ધ્યાન આપ્યું નથી આથી અમારા વિસ્તારમાં અમારા કાર્યો કરતાં લોકોને ટિકીટ આપવાની માંગણી છે. જો કોઈ અન્ય વ્યક્તિને ટિકીટ ન આપવાની પણ માંગણી કરી આ વિસ્તારનાં રહેવાસીઓએ ચૂંટણીનોં બહિષ્કાર કરવાના નારા લગાવ્યા છે.
ભરૂચ નગરપાલિકાનાં વોર્ડ નંબર 11 માં ચૂંટણીનો લોકોએ શા માટે કર્યો બહિષ્કાર ??? જાણો વધુ.
Advertisement