ગુજરાત રાજ્યમાં રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગમાં ગુજરાત રાજય યોગ બોર્ડની રચના 21 જૂન 2019 માં કરવામાં આવી અત્યાર સુધીમાં 750 યોગ કોચ, 10 હજાર યોગ ટ્રેનર બનાવમાં આવ્યા. આપણાં મુખ્યમંત્રી રુપાનીજી 1 લાખ ટ્રેનર બનાવવા માંગે છે. ગુજરાતના દરેક ગામડાઓમાં તેમજ દરેક ઘર સુધી યોગ પહોચે ગુજરાતનો એક પણ નાગરિક બિમાર ના રહે તેના માટે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લા યોગ કોચ કમ કોડિનેટર તરીકે કામિનાબા રાજની નિમણૂક કરી છે.
યોગ કોચ કામિનાબા દ્વારા ભરૂચ મા ભરૂચ જિલ્લો યોગમય બને તેના માટે અથાગ પ્રયત્ન કરવામાં આવે છે. લોકડાઉનમાં પણ ઓનલાઈન યોગ કરાવ્યા અત્યાર સુધીમાં 100 ટ્રેનરને તાલીમ આપવામાં આવી, છે. જેમાથી દરેક તાલુકાઓમાંથી પણ ટ્રેનર બન્યા છે. જેઓ પોતાના વિસ્તારમાં નિઃશુલ્ક યોગ વર્ગ ચલાવે છે. જેનો લાભ ભરૂચ જિલ્લાનાં દરેક નાગરિક લે તેવો અનુરોધ છે. આપના વિસ્તારમાં નિઃશુલ્ક યોગ વર્ગ માટે યોગ કોચ કામિનાબા રાજનો સંપર્ક કરી શકો હાલમાં પણ યોગ ટ્રેનરની તાલીમ ચાલુ છે. યોગ ટ્રેનર બની પોતાના વિસ્તારમાં નિઃશુલ્ક યોગ વર્ગ ચલાવો તમને ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા માનદ વેતન પણ આપવામાં આવશે.
ભરૂચ જિલ્લામાં યોગ કોચ કામિનાબા દ્વારા ચાલતી યોગ ટ્રેનરની તાલીમ… જાણો વધુ.
Advertisement