ભરૂચનાં નર્મદા ચોકડી વિસ્તારમાં અવારનવાર ટ્રાફિજામનાં દ્રશ્યો સર્જાતા હોય છે પરંતુ આજે કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા અનેક વાહનો ટ્રાફિકમાં અટવાયા હતા.
ભરૂચનાં નર્મદા ચોકડી વિસ્તારમાં આજે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો આ ટ્રાફિકજામનાં કારણે અનેક નાના-મોટા વાહનો ફસાયા હતા. આ ટ્રાફિકજામમાં એક એમ્બ્યુલન્સ પણ અટવાઇ હતી કલાકો સુધી ચક્કાજામ રહેતા અંતે એમ્બ્યુલન્સને અન્ય વાહન ચાલકોએ રસ્તો કાઢી આપ્યો હતો.
ભરૂચનાં નર્મદા ચોકડીનાં આજના ટ્રાફિકજામને કારણે સરકારી ખાનગી બસો પણ ફસાઈ જતાં બસો તેના સમય કરતાં મોડી પહોંચી હતી તો કલાકો સુધી નર્મદા ચોકડી પાસે ચક્કાજામ રહેતા અનેક વાહનો ફસાઈ ગયા હતા. આજે અહીંથી પસાર થતાં ખાનગી કંપનીનાં વર્કરોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
અહીં નોંધનીય છે કે ભરૂચની નર્મદા ચોકડી પાસે ઘણી વખત ટ્રાફિકજામ થતું હોય છે. પરંતુ આજે થયેલા ટ્રાફિકજામમાં કલાકો સુધી વાહનો અટવાયા હતા. આ વિસ્તારની આ પાયાની સમસ્યાનો નિકાલ અહીંનાં ધારાસભ્ય કે રાજકીય વ્યક્તિઓએ અંગત રસ દાખવી કરવું જોઈએ પરંતુ કોઈ સબળા શાસક દ્વારા પ્રજાનાં પ્રાણ પ્રશ્નો વિષે કોઈ વિચારવામાં આવતું નથી.