Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : જંબુસર રોડ પર સમની નજીક ટ્રકમાં આગ લાગી.

Share

ભરૂચ જીલ્લાનાં જંબુસર રોડ પરથી પસાર થતી એક ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં ફાયર શાખાનાં જવાનોમાં દોડધામ મચી જવા પામી હતી.

જંબુસર રોડ પર એક ખાલી ટ્રક જતી હોય માલવાહક ટ્રકમાં અચાનક આગનાં કારણે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તો ટ્રકમાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. આ ટ્રકમાં શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું અનુમાન ફાયર શાખાએ જણાવ્યુ છે.

અહીં નોંધનીય છે કે માલવાહક ટ્રકમાં આગ લાગતાં આસપાસનાં વિસ્તારમાં લોકો હતપ્રભ થઈ ગયા હતા તો ફાયર વિભાગે જણાવ્યુ છે કે શોટ સર્કિટનાં કારણે આગ લાગી હતી કારણ જે હોય તે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ આગ કયાં કારણોસર લાગી છે આગ લગાવવામાં આવી હોવાના અનેક પ્રશ્નો વિકરાળ સ્વરૂપમાં લાગેલી આગનાં દ્રશ્યો જોતાં બુદ્ધિજીવીઓમાં સર્જાયા છે.

Advertisement

Share

Related posts

કંપનીની અગાસી માંથી મૃતદેહ મળી આવ્યો જાણો ક્યાં અને ક્યારે…???

ProudOfGujarat

ગોધરા : નર્મદાની પાઇપલાઇનનુ સમાર કામ પુર્ણ થતા નગરજનોને રાબેતા મૂજબ પાણી પુરવઠો મળશે.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામે ધૂળેટીનાં દિવસે કલર લગાવવા બાબતે થયેલ ખૂની ખેલના મામલામાં સાત આરોપીઓને ઝડપી અન્ય સાત લોકોની રાયોટિંગનાં ગુના હેઠળ અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!