કૌશલ ભારત, કુશળ ભારતના મંત્રને ચરિતાર્થ કરવા રાજ્યની ઔદ્યોગિક તાલીમ સંસ્થા(આઇટીઆઇ)માં તાલીમબધ્ધ થયેલ તાલીમાર્થીઓને ઘર આંગણે રોજગારના અવસર ઉપલબ્ધ કરાવવા ગુજરાત સરકાર ધ્વારા પ્લેસમેન્ટ સપ્તાહની ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત તા.૨૪ મી જાન્યુઆરી – ૨૦૧૮ ને બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સ્પોર્ટસ કોમ્પલેક્ષ જીએનએફસી ટાઉનશીપ નર્મદાનગર – ભરૂચ ખાતે આઇટીઆઇ રોજગાર મેળાનું આયોજન થયેલ છે. આ કાર્યક્રમનું ઉદઘાટન ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંતોષકુમાર ગંગવાર કરશે. મુખ્ય અતિથિ તરીકે શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર ઉપસ્થિત રહેશે. અતિથી વિશેષ તરીકે સહકાર, રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃતિઓ, વાહનવ્યવહાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ ઉપસ્થિત રહેશે એમ શ્રમ અને રોજગાર વિભાગ ધ્વારા જણાવાયું છે.