*તમામ લોકોએ વેકસીન લેવી અનિવાર્ય, કોવિડની વેકસીન સંપૂર્ણ સુરક્ષિત : ડૉ. એમ.ડી.મોઢિયા, કલેકટર
*વેકસીનની કોઈ આડ અસર નથી, તેમજ તમામ લોકોએ રસી લેવી જોઈએ, મેક ઇન ઇન્ડિયા રસી એ દેશના ડોકટરો અને વૈજ્ઞાનિકોની સફળ ઉપલબ્ધી કહી શકાય : રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ વડા
*જિલ્લા પોલીસ વિભાગના 50 થી વધુ અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ એ પણ લીધી વેકસીન
સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી યથાવત રહી છે ત્યારે સરકાર દ્વારા વિવિધ તબક્કાઓમાં કોરોના વાઇરસ અંગેની વેક્સિન પૂરી પાડવામાં આવી રહી છે તારે ભરૂચ જિલ્લામાં બીજા તબક્કાના રાઉન્ડમાં ભરૂચ જિલ્લા કલેકટર તથા ભરૂચ એસટી સહિત પોલીસ અધિકારીઓએ કોરોનાની વેક્સિનનો લાભ લીધો હતો
ભરૂચ જિલ્લામાં છેલ્લા એક વર્ષથી કોરોના જેવી મહામારીએ લોકોના હાલ બેહાલ કર્યા છે જેને લઇ લોકો પણ કોરોના વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા ત્યારે કોરોના વેકસીનની કોઈ આડ અસર નથી, તેમજ તમામ લોકોએ રસી લેવી જોઈએ, મેક ઇન ઇન્ડિયા રસી એ દેશના ડોકટરો અને વૈજ્ઞાનિકોની સફળ ઉપલબ્ધી કહી શકાય તેમ ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા જણાવ્યું હતું અનેેે તેઓએ પોતે કોરોના રસી મુકાવી હતી અને લોકો પણ કોરોના વાયરસની વેક્સિનનો લાવો લય તે અંગે અપીલ કરી હતી ભરૂૂૂૂચ એસપી સહિત પોલીસ વિભાગના અધિકારીઓએ કોરોના વેક્સિન મુકાવી હતી
તો ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ. ડી મોરિયાએ પણ બીજા તબક્કાના રાઉન્ડમાં કોરોના વેક્સિન મુકાવી હતી અને આ વેક્સિનથી કોઈ આડઅસર ન હોવાનું તેઓએ જણાવ્યું હતું તો ભરૂચ સિવિલ હોસ્પિટલ ની પાછળ આવેલ નર્સિંગ હોમ ના સ્ટાફની નર્સોએ પણ કોરોના વાયરસની વેકસીન મુકાવી હતી.