પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અનુસાર અંકલેશ્વર વિભાગનાં વિભાગીય વડા ચિરાગ દેસાઇનાં માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેર કાનૂની પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટેની રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૂચના આપવામાં આવી હોય જે અંતર્ગત રાજપારડી પોલીસે પત્તા-પાનાંનો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢયો છે.
રાજપારડી પોલીસને બાતમી મળેલ કે ભૂરી ગામે આવેલ ખાડીનાં કિનારે બાવળીયાની ઓથમાં કેટલાક શખ્સો રૂપિયા વડે પત્તા-પાનાં વડે હારજીતનો જુગાર રમતા હોય જે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડા દરમિયાન પાંચ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોય જેમાં (1) રણજીત અર્જુન વસાવા (2) અશોક જયેશ વસાવા (3) ઇન્દ્રજીત દશરથ વસાવા (4) ભાવસિંગ મૂળજી વસાવા (5) અર્જુન ઠાકોર વસાવા નાઓ જાહેરમાં રૂપિયા પૈસાથી પત્તા-પાનાં વડે હારજીતનો જુગાર રમતા પોલીસે પકડી પાડયા છે અને આ પોલીસ દરોડા દરમિયાન શખ્સો સ્થળ છોડી નાસી છૂટયા છે જેમાં (1) સુનિલ સોમાભાઇ વસાવા (2) મંગા મંછી વસાવા બંને ભાગેડુ આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
આ પોલીસ દરોડા દરમિયાન કુલ 7 શખ્સો જુગાર રમતા હોય પોલીસે સ્થળ પરથી જુગારનાં સાધનો દાવ ઉપરનાં રૂ. 5490 તથા જુગાર રમતા અંગ જડતીનાં રૂ.9830 મળી કુલ રોકડ રકમ રૂ. 15,320 તથા મોબાઈલ નંગ-5 કિં. રૂ.23,500 મળી કુલ રૂ.38,820 નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ બે ભાગેડુ આરોપીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.