જેસીઆઇ અંકલેશ્વરની જુનિયર જેસી વિંગ દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. હાલમાં અંકલેશ્વરની જુનિયર જેસી વિંગ દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી વિજ્ઞાન પ્રત્યેની જીજ્ઞાસાને જાગૃત કરવાના આશયથી જુનિયર જેસી વિંગ ચેરપરસન જીયા નહાર, પ્રોજેક્ટ ચેરમેન જેજે વિહાન પંચલ, પ્રોગ્રામ કો.ઓર્ડીનેટર જેજે કનન સાવલિયા દ્વારા સાયન્સ વર્કિંગ મોડેલ કોમ્પીટીશનનું લાઈવ પ્રેઝન્ટેશન આર.એમ.પી.એસ સ્કુલ ખાતે યોજવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં ભરૂચ જિલ્લાની ૨૨ થી વધુ સ્કૂલોમાંથી ૨૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેનુ ઓનલાઇન નિરીક્ષણ ગુજરાતના અલગ-અલગ શહેરના નિર્ણાયકો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાંથી સર્વોચ્ચ પસંદગી પામેલ ૩૦ સાયન્સ વર્કિંગ મોડેલનું પ્રેઝન્ટેશન હતું.
મુખ્ય અતિથિ તરીકે જેસીઆઈ ફાઉન્ડેશનના ડાયરેક્ટર જેસી સંજય માંકડ, ડાયરેક્ટર જુનિયર જેસી વિંગ જેસી વિજય પરમાર, મનસુખ નારીય, જેસી પ્રોફેસર હિમાંશુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જેસીઆઇ અંકલેશ્વરના પ્રમુખ હસમુખભાઇ, ઝેડવીપી ચિત્રાંગ સાવલિયા, જેસી સંગીતા નહાર, જેજે વિંગ ઇન્ચાર્જ જેસી પૂનમ પંચાલ, જેસી જાગૃતિ સાવલિયા તેમજ જે.જે વિંગના દરેક મેમ્બરોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
આ કોમ્પિટિશન બે વિભાગમાં યોજવામાં આવી હતી, જેમાં પહેલી કેટેગરીમાં પ્રથમ ઇનામ પલક પટેલ જય અંબે સ્કુલ, દ્વિતીય ઈનામ ચિતલ દવે વિઝન સ્કુલ, પ્રોત્સાહિત ઇનામ દર્શન પરમાર નારાયણ વિદ્યાલય, બીજા વિભાગમાં પ્રથમ ઈનામ અબિદખાન સીસીએમએ એકેડમી, દ્વિતીય ઇનામ સિદ્ધિ ધુમલ સરસ્વતી વિદ્યાલય, પ્રોત્સાહિત ઇનામ અનુજ ધાગરે, ક્રિષા શાહ, હીર રાણા અને બેસ્ટ આઉટ ઓફ વેસ્ટ ખનક લોહાણાને મળ્યા હતા.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ