Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : BTP નાં શાસનમાં નેત્રંગ ” હતું ત્યાંને ત્યાં જ ” કોંગ્રેસ સમક્ષ હૈયાવરાળ ઠાલવતા ગ્રામજનો.

Share

ગુજરાતમાં ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ દ્વારા મહાજન સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ જીલ્લાનાં નેત્રંગ તાલુકામાં મહાજન સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

કોંગ્રેસનાં આગેવાનો દ્વારા ઝધડીયાનાં નેત્રંગ વિસ્તારમાં આદિવાસી વિસ્તારમાં ચૂંટણીલક્ષી જન સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં આ વિસ્તારનાં રહેવાસીઓ કોંગ્રેસ સમક્ષ પોતાની હૈયાવરાળ ઠાલવતા જણાવ્યુ હતું કે અમો ભાજપની સરકારથી સંપૂર્ણપણે નારાજ છીએ નેત્રંગ તાલુકામાં હાલ BTP નું શાસન છે અમારા વિસ્તારમાં BTP એ કોઈ કાર્યો કર્યા નથી છેલ્લા પાંચ વર્ષમાં નેત્રંગમાં અત્યંત બિસ્માર રોડ રસ્તા છે, અમોને પાકા માર્ગો મળ્યા નથી, ગટરનો અભાવ છે, અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પણ કોઈ પણ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ નથી. ઉપરાંત અહીં બહોળા પ્રમાણમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અમારા યુવાનો બેરોજગાર છે. ભાજપ સરકાર દ્વારા શિક્ષિત બેરોજગારને રોજગારી પણ મળી નથી આ સહિતનાં અનેક પ્રશ્નો કોંગ્રેસની મિટિંગમાં આદિવાસી સમાજે જણાવ્યા હતા.

કોંગ્રેસનાં આ મહા જનસંપર્ક અભિયાન દરમિયાન નેત્રંગ તાલુકા પંચાયત કોંગ્રેસનાં પ્રમુખ સંજય વસાવા, સવીલાલ વસાવા, વિપુલ વસાવા સહિતનાં કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

લીંબડી પશુ હોસ્પિટલમાં ડોકટરની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

ભરૂચ ના ચાવજ ખાતે રાજકીય પાર્ટીઓ ને પ્રચાર માટે લાગ્યા પ્રવેશબંધી ના બેનર, કહ્યું ગટર સહિત ની પ્રાથમિક સુવિધાઓ આપો

ProudOfGujarat

વડોદરા : કરજણ ભરતમુનિ હોલમાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!