Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો.

Share

ભરૂચમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર હોય આ ચુંટણીને અનુલક્ષીને ભરૂચનાં માછીમાર સમાજનાં પ્રમુખ એડવોકેટ કમલેશ મઢીવાલા દ્વારા એક અપક્ષ ઉમેદવારોની ટીમ બનાવી ચૂંટણી લડવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આજે ભરૂચ જનતા અપક્ષ ટીમ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરી તેમાં આગામી ચૂંટણીને લઈને લીધેલા નિર્ણયો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં અપક્ષ ટીમનાં કમલેશ મઢીવાલાએ મીડિયા સમક્ષ પોતાના તમામ વોર્ડમાં ઉમેદવારો ઉતારી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. વધુમાં જણાવ્યુ હતું કે આગામી સમયમાં ભરૂચ નગરપાલિકામાં 44 સીટ પર અપક્ષ ઉમેદવારોને ચૂંટણી લડવા માટેની ભવ્ય ટીમ તૈયાર કરવામાં આવી છે જેમાંથી 12 ઉમેદવારોને ચૂંટણી લડવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેમજ અપક્ષ ટીમ દ્વારા ચૂંટણી લડી વિજય થઈ નગરપાલિકાનું શાસન કરવામાં આવનાર છે તેમણે આવશે અપક્ષ, જીતશે અપક્ષનાં નારા સાથે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

Advertisement

Share

Related posts

પોરબંદરમાં લમ્પિ વાયરસ વકર્યો : શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગૌધન માટે કેમ્પ કરવા માંગ.

ProudOfGujarat

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજથી શરૂ, રાહુલ ગાંધીએ પિતા રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ.

ProudOfGujarat

નડિયાદની બાળાએ ગોવા ખાતે યોજાયેલ “કરાટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ” માં સુવર્ણચંદ્રક તથા કાંસ્યચંદ્રક હાંસલ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!