Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગાંધી નિર્વાણ દિન નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર, નગરપાલિકા અને જન શિક્ષણ સંસ્થાનનાં સંયુકત ઉપક્રમે વાલ્મીકિ વાસમાં શ્રમદાન કરાયું.

Share

નહેરુ યુવા કેન્દ્ર ભરૂચ અને જન શિક્ષણ સંસ્થાન તથા ભરૂચ નગરપાલિકા દ્વારા આજે ગાંધી નિર્માણ દિન નિમિત્તે લાલ બજાર વાલ્મીકિ વાસમાં શ્રમદાન કરવામાં આવ્યું હતું.

આજે ગાંધી નિવાર્ણ દિનનાં રોજ લાલ બજાર ખાતેનાં વાલ્મીકિ વાસમાં નગરપાલિકા ચીફ ઓફિસર સંજય સોની દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ અહીંનાં રહેવાસીઓને ઉત્તમ સુવિધા અર્પણ કરવાનું વચન આપ્યું હતું.

આજે ગાંધી નિર્માણ દિન નિમિત્તે નગરપાલિકાનાં ચીફ ઓફિસરે આ વિસ્તારનો સર્વે કરી આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવશે તેવું પણ જણાવ્યુ હતું જેમાં વાલ્મીકિ વાસનાં જે મકાનો તૂટી ગયા છે તે મકાનો બાંધી આપશે, ગટરો જે જગ્યાએ ચોકઅપ થઈ ગઈ છે તે ગટરોની સાફ સફાઈ કરવાની, અહીં પાકા રોડ રસ્તાનાં કાર્યો હાથ ધરવાના તેમજ લાઈબ્રેરીનાં નવા બિલ્ડીંગનાં કાર્યો કરી આપવાની વાત આજે તેમણે કરી હતી.

અહીં નોંધનીય છે કે તાજેતરમાં ભરૂચ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર હોય આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે નગરપાલિકાનાં ઓફિસરોએ આ વિસ્તારની મુલાકાત લઈ પ્રજાલક્ષી કાર્યો કરવાનું વચન અહીંનાં રહેવાસીઓને આપ્યું છે. આગામી સમયમાં જોવું રહ્યું કે નગરપાલિકા ચીફ ઓફિસરે આપેલા વચન ચૂંટણીલક્ષી છે કે પ્રજાનાં મત મેળવવા માટે માત્ર આપેલા નામના વચનો જ છે તેવું અહીંનાં રહેવાસીઓએ મીડિયા સમક્ષ જણાવ્યુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : એ.ટી.એમ. ડાયલરનો પાસવર્ડ ક્રેક કરી કરાયેલ ચોરીનો પર્દાફાશ… જાણો કેવી રીતે ?

ProudOfGujarat

સુરત ના રાંદેર વિસ્તારમાં પાણીની ટાંકીમાં પડી જતા બાળકનું મોત નિપજ્યું.બાળક ખુલી ટાંકીમાં ક્યારે પડ્યો એ કોઈને અંદાજો નથી…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકા કિશાન સંઘ દ્વારા વિવિધ માંગણીઓ બાબતે મામલતદારને આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!