તીર્થ ધામ અંગારેશ્વર ખાતે નર્મદા પરિક્રમાવાસીઓ માટે ચાલતા અન્નશ્રેત્ર ખાતે માં નર્મદા નું મંદિર આવેલ છે તેમજ ઐતિહાસિક હજારો વર્ષ જૂનું માં ખોડિયારનુ ધામ આવેલું છે ખોડિયાર મંદિર ની બાજુમાં અંગનાત વાસ દરમ્યાન પાંડવોએ રાત્રિ રોકાણ કરેલ જે જગ્યા ઉપર આજે પણ સમડી ના પાંચ વૃક્ષો મોજુદ છે અને આસપાસના વિસ્તારમાં આસ્થાનું કેન્દ્ર ગણાય છે જીલ્લા ભર માંથી લોકો માં ખોડિયારના દર્શન કરવા ખુબ મોટી સંખ્યામાં પધારે છે અને ખોડલધામ ખાતે માં નર્મદા ની પરિક્રમા કરતા પરિક્રમાવાસીઓને બારેમાસ 24કલાક જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે
આ વર્ષે નર્મદા જયંતિ તા.24/1/2018 અને ખોડિયાર જયંતિ તા.25/1/2018ના હોય બંને દિવસે માતાજીના તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી થનાર છે. નર્મદા જયંતિ નિમિત્તે હવન, શવા મન ગાયના દૂધનો અભિષેક અને 300 મીટર ની સાડી ખોડલધામ ખાતે થી શોભાયાત્રા કાઢી માં નર્મદા ને અર્પણ કરવામાં આવશે તેમજ કુંવારીકા ઓને ભોજન કરાવામાં આવશે તેમજ ખોડિયાર જયંતિ 25/1/2018 ના રોજ યજ્ઞ તેમજ ભંડાળાનુ આયોજન કરવામાં આવ્યું છે ભંડાળો બપોરે 12 વાગે થી 2 વાગ્યા સુધી ચાલનાર છે.