જૂના ભરૂચ સહિત કેટલાય વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે. પરંતુ તેનો અમલ થતો નથી તેવા આક્ષેપ સાથે જુના ભરૂચનાં લોકોએ વારંવાર જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતાં પણ કોઈ જ પરિણામ ન મળતા મકાન વેચવાનો સિલસિલો યથાવત રહયો છે. અશાંતધારાનો અમલ માત્ર કાગળ પર રહી જતાં લોકોમાં રોષ ફેલાયો છે.
બે દિવસ પહેલા બહાદુરબુરજ અને કંસારવાડમાં મકાનો વેચવાની પેરવી થતાંની સાથે સ્થાનિક રહીશો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયાં હતાં. અને 48 કલાકમાં તંત્ર દ્વારા કોઇ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
Advertisement