સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ બુટલેગરો પણ હવે ધીરે ધીરે સક્રિય બની રહ્યા હોય જેને લઈ ભરૂચના કેલોદ ગામ નજીક સ્ટેટ વિજિલન્સ ટીમે દારૂની હેરાફેરી ઉપર રેડ પાડી મોટી માત્રામાં દારૂની પેટીઓ ઝડપી પાડી હતી અને સ્થળ ઉપરથી ૧૦ જેટલા લોકોની અટકાયત કરતા સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાય હોય તેવા આક્ષેપો થયા છે ત્યારે મોટી માત્રામાં દારૂનો જથ્થો અને વાહનો જપ્ત હતા ભરૂચમાં મોટા પ્રમાણમાં દારૂની સપ્લાય થતી હોવાનો પર્દાફાશ થયો હોય તેમ પણ લાગી રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં મોટા પ્રમાણમાં દારૂનું સપ્લાય થઇ રહ્યું હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી પરંતુ ઘણા બુટલેગરો ઉપર પોલીસના છુપા આશીર્વાદ હોય તેવા પણ ઘણીવાર આક્ષેપો થયા છે ત્યારે ભરૂચ તાલુકાના કેરાળા ગામ નજીક ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂની પેટીઓ આવી હતી અને તે અન્ય બુટલેગરોને સપ્લાય કરવામાં આવનાર હોવાની ચોક્કસ બાતમી સ્ટેટ વિજિલન્સની ટીમને મળતા તેઓએ વોચમાં રહી ટ્રકમાંથી વિવિધ વાહનોમાં દારૂની પેટીઓ મુકવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ સ્ટેટ વિજિલન્સની ટીમે સમગ્ર વાહનોને તથા બુટલેગરોને ઘેરી લીધા હતા અને ઘટના સ્થળેથી વિદેશી દારૂ ભરેલી ટ્રક બે વીંનગર કાર અને એક છોટા હાથી કબ્જે કરી અંદાજીત ૫૦૦ થી વધુ દારૂની પેટીઓ સાથે ૧૦ જેટલા બુટલેગરો અને વાહનોના ચાલકોની ધરપકડ કરવામાં આવી હતી
મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાઈ જતાં સ્થાનિક પોલીસની કામગીરી સામે લોકોમાં પણ શંકા કુશંકા સેવાઈ રહી છે. જોકે દારૂ સપ્લાય થતાં વાહનોમાં એક વાહન એક ઈન્ટરનેશનલ સ્કૂલની હોવાની પણ ચોંકાવનારી ઘટના સામે આવી છે અને વાહન ઉપર દક્ષિણ ગુજરાત તરફની એક ખાનગી ઇન્ટરનેશનલ સ્કૂલનું લખાણ પણ મળી આવતા અને કુતુહલ સર્જાયુ છે.
ભરૂચ તાલુકાનાં કેલોદ ગામ ખાતેથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો.
Advertisement