ભરૂચ જીલ્લાનાં ઝઘડિયા વિસ્તારનાં BTP નાં ધારાસભ્ય છોટુ વસાવાએ સરકારને ખુલ્લી ચેતવણી આપી છે. BTP પાર્ટી અવારનવાર સરકાર સામે અવાજ ઉઠાવતી જોવા મળે છે જેમાં આ વખતે છોટુ વસાવાએ ખેડૂત આગેવાન માટે સરકાર સમક્ષ અવાજ ઉઠાવ્યો છે તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યુ છે કે ખેડૂત આગેવાન રાકેશ ટીકૈતને એક ખરોચ પણ આવી તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે.
ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુ વસાવાએ પોતાના ટવીટમાં સરકાર સમક્ષ આંદોલનનો ફેંકયો છે ખુલ્લો પડકાર જેમાં તેમણે સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે જો રાકેશ ટીકૈતને કઈ પણ થયું તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે અને આ આંદોલન ગુજરાતમાં ગમે ત્યારે થઈ શકે છે તેમ સરકારને ખુલ્લી ચેતવણી આપતા ટવીટ કર્યું છે.
અહીં નોધનીય છે કે ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર છે તો બીજી તરફ ઓવૈસીનાં કાર્યકરો કે ખેડૂત આગેવાનો દ્વારા સરકારને આ પ્રકારની ચેતવણી ભર્યા મેસેજ મળે છે ત્યારે આગામી સમયમાં ગુજરાત સરકાર અને સી.એમ વિજયભાઈ રૂપાણી દ્વારા ઓવૈસી સાથે કેવી રીતે ગઠબંધન કે વાતચીત કરવામાં આવે છે તે જોવું રહ્યું.