ભરૂચમાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાની હોય તે પહેલા જ ભરૂચનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યાની વાતો ચોકે ચોકે ચર્ચાઇ છે.
કોંગ્રેસનાં લધુમતી સમાજનાં કાર્યકરો અને હોદ્દેદારોનાં નામ સાથેનો એક મેસેજ વાઇરલ થતાં ભરૂચનાં રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જે મેસેજ વાયરલ થયો છે કોંગ્રેસનાં કાર્યકરો ઓવૈસી સાથે ગુપ્ત મિટિંગ કરી AIMIM માં જોડવાના હોય આ મેસેજ મીડિયામાં વાયરલ થતાં કોંગ્રેસનાં યાસીન દાદાભાઈ, લુકમાન પટેલ, કરન પટેલ સહિતનાં કાર્યકરોએ મીડિયામાં વાયરલ થયેલ મેસેજને ખોટો સાબિત કર્યો છે જેના જવાબમાં લુકમાન પટેલે જણાવ્યુ છે કે ભાજપ કોંગ્રેસને તોડવાના પ્રયત્નો કરે છે તેવા આક્ષેપ સાથે મીડિયામાં વાયરલ થયેલા મેસેજને ભાજપની કૂટનીતિ ગણાવી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા વધુમાં જણાવે છે કે કોંગ્રેસ જયારે સરકાર રચવા જઈ રહ્યું છે ત્યારે ભાજપનાં આવારા તત્વો દ્વારા આ પ્રકારનાં ખોટા મેસેજ કરવામાં આવી રહ્યા છે. જરૂર પડયે કોંગ્રેસ દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરવામાં આવશે તેવા આક્ષેપો સાથે કોંગ્રેસે AIMIM માં જોડાવવાની ના કહી હતી.