સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલ કોવિડ – ૧૯ વેક્સિનેશન કાર્યક્રમ હેઠળ ગુરૂવારનાં રોજ ભરૂચનાં પાલેજ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ -૧૯ રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં સામુહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. આરતી શર્માએ રસી મુકાવી રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
ત્યારબાદ સામુહિક આરોગ્ય કેન્દ્રનાં સ્ટાફ કર્મીઓ તેમજ આશાવર્કરોએ પણ રસી મુકાવી હતી. ડૉ. આરતી શર્માએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડ – ૧૯ ની રસી ખૂબ જ સુરક્ષિત છે અને તેનાથી કોઈપણ જાતની આડઅસર થતી નથી. કોવિડ – ૧૯ રસી લેવા માટે તેઓએ લોકોને સંદેશ આપ્યો હતો. રસીકરણ કાર્યક્રમમાં ભરૂચ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. પૂનમ તાંબા તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
યાકુબ પટેલ : પાલેજ
Advertisement