Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નબીપુર પાસે ને.હા.નંબર 48 પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 8 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત…

Share

નબીપુર પાસે ને.હા.નંબર 48 પર આજે સવારે 10:30 વાગ્યાનાં અરસામાં એક ટ્રક જેનો નં. MH 16 Y 7411 વડોદરાથી સુરત તરફ જઈ રહી હતી તે દરમ્યાન નબીપુર પાસે પરવાના હોટલ સામે વડોદરાથી સુરત તરફ જતી લકઝરી બસ નં. GJ 14 Z 1145 એ પાછળથી ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં ટ્રક રોડની વચ્ચે બનેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી.

આ ટ્રકમાં બેઠેલા 8 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. આના લીધે હાઇવે પર ભરૂચ તરફ જતો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

આ અકસ્માતની જાણ થતાં જ નબીપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ. કે.જાડેજા તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ 108 ની મદદથી ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા અને ટ્રાફિકને હળવો કર્યો હતો. આ અકસ્માત અંગે તેઓ તપાસ કરી રહયા છે. સદનસીબે આ ટ્રક ડિવાઈડર પર અટકી ગઈ હતી જો આ ટ્રક ડિવાઈડર પાર કરી સામેની લાઈનમાં જતી રહેત તો એક અતિ ગમખ્વાર અકસ્માત થઈ શકત.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાળમેળા અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરાયું

ProudOfGujarat

સુરતનાં ઉધના વિસ્તારમાં એક યુવક પર જાહેરમાં ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો.

ProudOfGujarat

વાપીથી ચાણોદ નર્મદામાં કાકાની અસ્થિ પધરાવી પરત જતા પટેલ પરિવારને અકસ્માત:1 નું મોત 6 ને ગંભીર ઇજા 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!