બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના એ ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર માં આવેલ લાહોરી ગોડાઉન નવી વસાહત વિસ્તાર ના મકાન નંબર ૧૧/૧ માં રહેતા કેશવ ભાઈ જેઠા ભાઈ પ્રજાપતિ ઉ.વ આ ૭૦ વર્ષ નાઓ એ આજ રોજ તેઓના મકાન ના પંખા સાથે ગાળ્યું બનાવી ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખતા વિસ્તાર માં ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો ….
કેશવ ભાઈ ના આપઘાત કર્યા ની તેઓના પરીવાર જન તેમજ સ્થાનિકો ને થતા લોકો એ તાત્કાલિક ઘટના અંગે ની જાણ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક માં કરી લાશ ને પી એમ અર્થે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી
(હારૂન પટેલ)

