સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા BTP અને AIMIM નું ગઠબંધન થયું હતું, હવે ચૂંટણીઓની તારીખો જાહેર થઇ છે ત્યારે દરેક રાજકીય પક્ષો ચૂંટણી જીતવા માટે મેદાન માં ઉતરી પડયાં છે.
ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે AIMIM ઉભરી આવશે તેવી અપેક્ષાઓ પાર્ટીના નેતાઓએ વ્યક્ત કરી હતી ત્યારે હવે AIMIM ના અસદુદ્દીન ઓવૈસી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રથમવાર ગુજરાતમાં પ્રચાર કરતા નજરે પડશે..!! ઓવૈસી અમદાવાદ, ભરૂચ સહિતનાં સ્થળોની મુલાકાત લઈ શકે છે. મુલાકાતમાં તેઓ પાર્ટીના કાર્યલરો સાથે ચૂંટણીની રણનીતી ઘડશે તેમજ સભાઓ કરી લોકોને પોતાની પાર્ટી તરફ આકર્ષવાના પ્રયાસોમાં લાગી જશે તેમ જાણવા મળ્યું છે..!!
હાલ આ અંગેની જાહેરાત AIMIM ના ફેસબુક પેજ પર કરાઇ છે, મહત્વનું છે કે ઓવૈસીની ગુજરાતમાં એન્ટ્રીથી રાજકીય ઘમાસાણ વધી ગયા છે, અને ભાજપ, કોંગ્રેસ AIMIM ના આગમન મુદ્દે સામસામે નિવેદનો કરતા નજરે પડી રહયા છે..!!