કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત બચાવો દેશ બચાવો સંપર્ક અભિયાન હેઠળ ભરૂચ જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ૨૬ જાન્યુઆરીના રોજ સાંજે કોંગ્રેસ અગ્રણીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કોંગ્રેસ અગ્રણી ગુજરાત પ્રદેશમંત્રી દલપતભાઈ વસાવા, માજી જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ જહાંગીર ખાન પઠાણ, ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ સલીમ ભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ સદસ્ય સકીલ અકુજી, જિલ્લા સદસ્ય મકબુલ ભાઈ અભલી, તાલુકા સદસ્ય ટંકારીયા/પાલેજ અબ્દુલ ભાઇ ટેલર/ મોહસીન પઠાણ, સ્થાનિક યુવા અગ્રણીઓ ઇમતયાઝ રાજા, સોયાબ પઠાણ, હાજી ઇલ્યાશ પઠાણ, હાજી અતાઉલ્લા ખાન પઠાણ સહિત આસપાસના ગામોનાં કોંગ્રેસ કાર્યકરો ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
હાલમાં દેશમાં જે ખેડૂતો વિરોધી કૃષિ કાયદાઓ સરકાર દ્વારા લાવવામાં આવ્યા છે જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જેમાં ભરૂચ તાલુકાનાં ખેડૂતો પણ વિરોધ કરી રહ્યા છે જેનો કોંગ્રેસ દ્વારા ગામડે ગામડે ખેડૂતો સુધી પહોંચી સમજણ આપવામાં આવી રહી છે. ત્યારે દિલ્હીમાં ચાલી રહેલ ખેડૂત અદોલન સંપૂર્ણ રીતે કોંગ્રેસ સમિતિ તેમજ ખેડૂત આગેવાનો તરફથી તેમનો ટેકો જાહેર કરવામાં આવે છે. આગેવાનોએ મિટિંગ સંબોધી તાલુકા અને જિલ્લા પચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો લહેરાય માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
કેન્દ્રની ભાજપ સરકારની નીતિઓ વલણ અને કાર્યક્રમ શરૂઆતથી જ આપખુદ શાહી મૂડીપતિઓવાદી અને પ્રજા વિરોધી રહ્યા છે. ખેડૂત વિરોધી પસાર કરવામાં આવેલાં કાળા કાયદા તેનું ઉદાહરણ છે. આ કાયદાથી ખેડૂતોને ફાયદો થવાનો નથી. સંસદમાં કોઈ જાતની ચર્ચા વગર મધરાતે ધ્વનિ મતનું નાટક કરીને કાયદો પસાર કરવો પડ્યો જે કાયદો ખેડૂતોના હિતમાં પાછો ખેંચે તેવી માંગણી કરવામાં આવી હતી.
ભરૂચ : ખેડૂત બચાવો દેશ બચાવો અભિયાન હેઠળ પાલેજમાં કોંગ્રેસનો સંવાદ.
Advertisement