Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામમાં 72 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી…

Share

મુન્શી (મનુબરવાલા) વિદ્યાધામ ખાતે 72 માં પ્રજાસત્તાક દિન નિમિત્તે મુન્શી ટ્રસ્ટ, ભરૂચના કારોબારી સભ્ય પ્રો.ઉસ્માન સાહેબના વરદ હસ્તે ઘ્વજવંદનનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જનાબ પ્રો.સાહેબે ભારતના સ્વતંત્રતાની ચળવળના આગેવાનોને યાદ કર્યા હતા તથા ડો.બાબસાહેબ આંબેડકર સાહેબે દેશના બંધારણ અને તેના અધિકારો વિશે વિશેષ સમજ આપી હતી તથા આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે કોરોના જેવી મહામારીથી આ દેશને મુક્તિ મળે તેવી પણ દુઆ કરી હતી. આ પ્રસંગમાં મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટી યુનુસભાઈ પટેલ સાહેબ તથા કારોબારી સભ્ય સલીમભાઈ અમદાવાદી અને મુન્શી વિદ્યાધામનો સંપૂર્ણ સ્ટાફ હાજર રહ્યો હતો. પ્રોગ્રામના અંતમાં પધારેલા મહેમાનનો તથા સ્ટાફગણનો આભાર માની પ્રોગ્રામને પૂર્ણ કર્યો હતો. પ્રોગ્રામના અંતમાં લાડુ વહેંચી મોઢું મીઠું કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માંથી વૈભવી કારની ચોરીમાં સંડોવાયેલ કાર ચોરને પોલીસે ટ્રાન્સફર વોરન્ટથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

ભરૂચ ના પશ્ચિમ વિસ્તારમાં આવેલ રહેમત નગર સોસાયટીમાં વરસાદી પાણી ના ભરાવા ના કારણે લોકો ને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે…તેમજ સોસાયટીની ચારે તરફ જળ બંબાકાળ ની સ્થિતિ સર્જાતા લોકો મુંજવણ માં મુકાયા છે….

ProudOfGujarat

ભરૂચ : આમોદ તાલુકાના માછસરા ગામમાં મતદાતા જાગૃતિ રેલી યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!