Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ સમર્થક કાર્યકરોનાં ભાજપનાં કેસરીયા ધારણ કરવાની મોસમ જામી, વાગરા તાલુકાનાં 200 થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાયા..!!

Share

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પહેલા રાજકીય પક્ષોમાં તોડ જોડની રાજનીતિ ચરમસીમા પર પહોંચી છે, જેમાં ભરૂચ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કોંગ્રેસ સમર્થક કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી કોંગ્રેસની ઊંઘ ખરાબ કરી છે,

વાગરા તાલુકાનાં વસ્તી ખંડાલી, ખોજબલ, પખાજણ અને ચાંચવેલ ગામના 200 થી વધારે કોંગ્રેસ સમર્થક યુવાનોએ આજે ભાજપનો ખેસ ધારણ કરી કોંગ્રેસને જાકારો આપ્યો હતો.

વાગરાનાં ડિસ્ટ્રીક બેન્ક ખાતે ધારાસભ્ય અરૂણ સિંહ રાણા અને ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં આવનાર તમામ કાર્યકરોનું ખેસ પહેરાવી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો હતો. મહત્વનું છે કે તાલુકા સ્તરે ભરૂચનાં ઝાડેશ્વર, અંકલેશ્વર અને હવે વાગરામાં કોંગી કાર્યકરોએ કેસરીયા ધારણ કરતા કોંગ્રેસ માટે મુશ્કેલીઓ વધી છે..!!!

Advertisement

Share

Related posts

પંચમહાલ : જીલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંદર્ભે બેઠક યોજાઇ.

ProudOfGujarat

નવસારી-વિશ્વની તમામ ભાષાઓમાં સંસ્કૃત સર્વોપરી

ProudOfGujarat

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહાત્મા ગાંધીજી ની ૧૫૦મી પુણ્યતિથિ ઉજવણી કરી રહી છે ત્યારે: ગોધરા શહેરમાં આવેલ ગાંધી આશ્રમ વિકાસ ઝંખે છે?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!