– ભરૂચ નગરપાલિકા જિલ્લા પંચાયત તેમજ અનેક સંસ્થાઓ તથા પોલીસ મથકોમાં 72 માં ગણતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન સહિતના સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાયા.
ભરૂચ જિલ્લામાં 72 માં ગણતંત્ર દિવસની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લા કક્ષાનો રાષ્ટ્રધ્વજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે લહેરાયો હતો તો ભરૂચની શૈક્ષણિક શાળાઓ તથા સરકારી કચેરીઓમાં પણ ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં 72 માં ગણતંત્ર દિન નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મંત્રી કુમાર કાનાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લાકક્ષાનો ધ્વજવંદન મંત્રી કુમાર કાનાણીનાં હસ્તે કરાયો હતો અને સાથે મહાનુભાવોએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.
કુમાર કાનાણીએ આ પ્રસંગે શહીદ થયેલા વીર જવાનોને યાદ કર્યા હતા અને સાથે કોરોના વોરિયર્સનું સન્માન કરી બહુમાન કર્યું હતું અને પર્યાવરણ બચાવોનાં ભાગરૂપે વૃક્ષારોપણ પણ કર્યું હતું સાથે જીલ્લાકક્ષાનાં ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા.
જીલ્લાકક્ષાનાં રાષ્ટ્ર ધ્વજ વંદન કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા જિલ્લા કલેકટર ડૉ.એમ.ડી મોડીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ ભરૂચ જીલ્લામાં જીલ્લા કક્ષાનો 72 મો ગણતંત્ર દિન આન બાન શાન સાથે ઉજવાયો હતો.
તો ભરૂચ જિલ્લા પંચાયત સહિત નગરપાલિકા તથા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 72 માં ગણતંત્ર દિનની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા સમગ્ર ભરૂચ દેશભક્તિના રંગે રંગાયો હતો.