દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહીયાદ ગામની સીમમાં કંપાઉન્ડનાં એરિયામાંથી બે શખ્સો દ્વારા કોપરનાં કેબલોની ચોરી કરેલ જેની ફરિયાદ દાખલ થતાં દહેજ પોલીસે કોપરના કેબલની ચોરી કરી વેચાણની ટેવવાળા બે ઇસમોએ તેમણે જ જીનાલ કંપનીનાં કેબલની ચોરી કર્યાનું કબૂલ્યું છે.
આ બનાવની મળતી વિગતો અનુસાર તાજેતરમાં તા.22/1/21 ના રોજ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીનાલ કંપનીનાં ખુલ્લા કંપાઉન્ડમાં આવેલ સબ સ્ટેશન એરિયામાંથી કોઈ અજાણ્યા ચોર ઇસમો દ્વારા કોપરનાં કેબલની ચોરીની ફરિયાદ ચરણસીંગ ઓમપ્રકાશ યાદવે ફરિયાદ દાખલ કરેલ જે ફરિયાદનાં અનુસંધાને પી.આઇ. એ.સી. ગોહિલની સૂચના અનુસાર દહેજ પોલીસની અલગ-અલગ ટિમ બનાવી તાત્કાલિક ગુનાનું પગેરું શોધવા મહેનતા કરેલ જેના ફળ સ્વરૂપે એ.એસ.આઇ. ધર્મેન્દ્રસિંહ તથા પિન્ટુભાઈને ખાનગી રાહે બાતમી મળેલ કે ” જીનાલ કંપનીના પાછળના ભાગે આવેલ બાવળીમાં જીનાલ કંપનીમાંથી ચોરીમાં ગયેલ કોપર કેબલ મળી આવેલ છે. આ કોપર કેબલ બે શખ્સો (૧) મોહમદ ચાંદ અબ્દુલ એહમદ ઉ.વ-૪૪ રહે મદીના હોટલની પાસે ઢાલ ભરૂચ (૨) મનહરલાલ બદ્રીલાલ શાહ ઉ.વ ૬૨ રહે મકાન નં ૧૪ શુભલક્ષ્મી સોસાયટી,મથુરા નગરીની સામે ઓ.પી. રોડ વડોદરા. આ શખ્સ કોથળામાં ભરી કોપર કેબલનું વેચાણ કરવા ગયેલા તે સમયે દહેજ પોલીસે બંને કોપર કેબલ ચોરને ઝડપી પાડયા. આ બંને શખ્સોની આકરી પૂછપરછ કરતાં આ કોથળામાં ભરેલા કેબલો જીનાલ કંપનીમાંથી ચોરી કરી રબર કાઢી અને વેચાણ અર્થે આવેલા હોય તેવી પોલીસને કબૂલાત આપેલ હતી.
પોલીસે બંને આરોપી પાસેથી આશરે 165 કિલો કોપરનો કેબલ રૂ.99,000 તથા હેક્સો બ્લેડ નંગ 1 કિં.રૂ. 100 મળી કુલ રૂ. 99,100 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.