Proud of Gujarat
INDIAFeaturedGujarat

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઇ AIMIM ની ભરૂચમાં મીટિંગ યોજાઇ, આગામી ચૂંટણીઓ લડશે પાર્ટી, ગુજરાતમાં ઓવૈસીનું આગમન ભરૂચથી થશે..!!! જાણો વધુ.

Share

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓની તારીખ જાહેર થતા જ વિવિધ રાજકીય પક્ષો દ્વારા મિટિંગોનો દોર શરૂ થયો છે ત્યારે BTP સાથે ગઠબંધન બાદ આજે ભરૂચ ખાતે AIMIM નાં નવ નિયુક્ત પ્રમુખ સાબિર કાબલી વાળાએ સંગઠનલક્ષી મિટિંગનું આયોજન કર્યું હતું.

ભરૂચનાં બાયપાસ રોડ પર આવેલ અલનૂર હોલ ખાતે AIMIM નાં અધ્યક્ષ તેમજ જનરલ સેકેટરીની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, આ મિટિંગમાં આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં કઈ રણનીતિથી ચૂંટણી લડવી જોઈએ તે તમામ બાબતોને લઇ કાર્યકરો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી.

ગુજરાત AIMIM ના જનરલ સેક્રેટરી હમીદ ભટ્ટીએ જણાવ્યું હતું કે ભરૂચમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડવા માટેની જાહેરાત કરી હતી સાથે જ અસદુદ્દીન ઓવૈસીનું આગમન ભરૂચમાં સભાથી થશે જે અંગે આગામી 3 તારીખે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે, વધુમાં AIMIM ના સંપર્કમાં અન્ય પાર્ટીના નેતાઓ પણ હોવાની વાત તેઓએ જણાવી હતી જે અંગે પણ આગામી દિવસોમાં જાહેરાત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું, ભરૂચ જિલ્લા માટે કાર્યકરો સાથે યોજાયેલ આ મિટિંગમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોનાનો વધતો કહેર, રોજનાં વધતા કેસોએ તંત્રની ચિંતામાં વધારો કર્યો..!!

ProudOfGujarat

અંકલેશ્વર સહયોગ હોટલ પાસે આવેલ નેશનલ હાઇવે ઉપર ફોરવીલ ગાડી ને ટેમ્પોની ટક્કર વાગતા ફોરવિલ ગાડી ડીવાઈડર ઉપર ચડી.ડ્રાઇવર શહીદ પરિવારજનોનો બચાવ…

ProudOfGujarat

ઉમરપાડાનાં કેવડી અને ઉચવણ ગામમાં આર.એસ.એસ (RSS)દ્વારા 550 રાશન કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!