Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : નેત્રંગનાં ચાસવાડ નજીકથી વિદેશી દારૂ ભરેલ આઇસર ટેમ્પો ઝડપાયો, લાખોનો મુદ્દામાલ જપ્ત, જાણો વધુ..!!!

Share

ભરૂચ જિલ્લામાં વિદેશી દારૂ ખુસાડવાના બુટલેગરોનાં સડયંત્ર પર નેત્રંગ પોલીસે પાણી ફેરવી નાખ્યું હતું, જેમાં ગત રાત્રીના સમયે એક આઇસર ટેમ્પોને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..!!

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ચાસવડ ગામ નજીક પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બિન વારસી હાલતમાં એક આઇસર ટેમ્પો મળી આવ્યો હતો..!! પોલીસે આઇસર ટેમ્પોની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું..!!

નેત્રંગ પોલીસે આઇસર નંબર GJ.22.U 2746 માંથી 100 પેટી વિદેશી દારૂ બોટલ નંગ 4578 કિંમત રૂપિયા 4 લાખ 77 હજાર તેમજ આઇસર ટેમ્પો કિંમત રૂપિયા 8 લાખ મળી કુલ 12 લાખ 77 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આ દારૂ કયાંથી અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ હાથધરી સમગ્ર મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે..!

Advertisement

Share

Related posts

એકતાનગર ટેન્ટ સીટી ખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠક યોજાઈ.

ProudOfGujarat

જામનગરમાં અંધ આશ્રમ પાસેના જર્જરીત ૧૪૦૪ આવાસને પાંચ દિવસમાં જ ખાલી કરવા મહાનગરપાલિકા એ આપી નોટિસ

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ પર કારમાં ભીષણ આગ લાગતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહિ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!