ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં હાલ માર્ગ સલામતી માસ ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તારમાં પણ નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવામાં આવતા વેપારીઓ મુંજવણમાં મુકાયા છે.
બાયપાસ ચોકડી વિસ્તારમાં લારી, ગલ્લા મૂકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા વેપારીઓ છેલ્લા 2 દિવસથી રોજીરોટી બંધ થતાં મુંઝવણમાં મુકાયા છે અને જાય તો જાયે કહા જેવી સ્થિતિનું સર્જન થયું છે.!!
આજરોજ સવારે જંબુસર બાયપાસ વિસ્તારના લારી ગલ્લા ધારકોએ ભેગા થઇ મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી, સાથે હાથ લારી ધારકોને પણ તંત્ર દ્વારા હેરાનગતિ થતી હોવાના આક્ષેપ કર્યા હતા..!! મહત્વનું છે કે તંત્ર દ્વારા કરવામાં આવેલ શહેરમાં દબાણ હટાવવાની આ પ્રકારની કામગીરી બાદ વૈકલ્પિક વ્યવસ્થા પણ આ તમામ વેપારીઓ માટે કોઈ ચોક્કસ સ્થાન નક્કી કરી કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે..!!!