ભરૂચ શહેરમાં બર્ડ ફ્લૂની દહેશતને લઇ તંત્ર દ્વારા સપ્તાહ અગાઉથી સર્વે કામગીરી શરૂ કરવામાં આવી હતી, પશુપાલન વિભાગ દ્વારા મરઘાં કેન્દ્રો અને ચિકન શોપ સહિત વધુ પ્રમાણમાં ભેગા થતા પક્ષીઓના સ્થાનો ઉપર સતત મોનિટરિંગ કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી..!!
ગત રોજ ભરૂચના વેજલપુર નજીક બમાણીયા ઓવારા વિસ્તારમાં 20 થી વધુ કાગડાઓના અચાનક મોતથી સ્થાનિકોમાં બર્ડ ફ્લૂની દહેશતનો ભય જોવા મળ્યો હતો, તો પશુપાલન વિભાગે મૃત કાગડાઓના મૃતદેહને પૂણા ખાતેની લેબમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
અચાનક નદી કાંઠા વિસ્તારમાં કાગડાઓના મોત બાદ આજથી તંત્ર દ્વારા શહેરી વિસ્તાર તેમજ નદી કાંઠાના વિસ્તારમાં સર્વેની કામગીરી ચુસ્ત કરવામાં આવી છે અને વહેલી સવારથી જ પશુપાલન વિભાગની અલગ અલગ ટીમો સર્વેની કામગીરીમાં જોતરાઇ હતી..!! મહત્ત્વનું છે કે કાગડાઓના મોત અંગે લેબમાંથી રિપોર્ટ બાદ જ કહી શકાય કે તેઓના મૃત્યુ બર્ડ ફલૂના કારણે છે કે પછી અન્ય કોઇ કારણસર, હાલ તો તંત્ર રિપોર્ટ આવે તેના પર દારોમદાર રાખી રહ્યું છે..!!