ગત ૨૧ તારીખ ના બપોર ના સમયે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર ના નંદેલાવ ગામ નજીક ના ડમ્પિંગ સાઈડ માંથી વિકૃત હાલત માં મહિલા નો મૃતદેહ મળી આવ્યો હતો જે અંગે ની ઘટના બાદ પોલીસ તપાસ માં સમગ્ર મામલે હત્યા ને અંજામ મહિલા ના જ પતિ સંદીપ દ્વારા આપવામાં આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. …..
જયારે આજ રોજ સમગ્ર ચકચારી હત્યા પ્રકરણ ના મામલા માં સહ આરોપી અને મૃતક મહિલા ના પતિ સંદીપ બેરાવાલા ની પ્રેમિકા અને સાથે નોકરી કરનાર તેમજ શહેર ના મક્તમપુર વિસ્તાર માં આવેલ નારાયણ પાર્ક ખાતે રહેતી અંજના ઉર્ફે અંજુ ખુમાન સિંહ રાજ ની પોલીસે સમગ્ર મામલા મા સધન પૂછપરછ કરતા અંજના ઉફ્રે અંજુ એ સમગ્ર હત્યા કાંડ માં સંદીપ બેરાવાલા સાથે મદદગારી માં હોવાની વાત ની કબુલાત કરતા પોલીસે સંદીપ બેરાવાલા ની પ્રેમિકા અંજના ની અટકાયત કરી હતી ..
ઉલ્લેખનીય છે કે પતિ પત્ની અને વો ની કહાની માં પતિ સંદીપે પત્ની વિલાસ બેન ની કરપીણ હત્યા ને અંજામ આપ્યા બાદ સંદીપ બેરાવાલા એ પ્રેમિકા અંજના રાજ સાથે તેની લાશ ને નંદેલાવ નજીક ડમ્પિંગ સાઈડ ના કચરા ના ઢગલા માં નાખી હોવાનું કબુલાત કરી હતી…આમ પતિ પત્ની અને વો ની ચોંકાવનારી મર્ડર મિસ્ત્રી માં ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ ને પત્ની ના હત્યારા પતિ અને પ્રેમિકા ને ઝડપી પાડવા માં મોટી સફળતા મળી હતી..
હારૂન પટેલ



