Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની બે છાત્રાઓએ મેળવ્યાં ગોલ્ડ મેડલ.

Share

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની યશકલગીમાં વધુ એક પિચ્છનો ઉમેરો થયો છે. તાજેતરમાં ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી (જીટીયુ) દ્વારા આયોજીત પદવી દાન સમારંભમાં કોલેજની બે છાત્રાઓએ ગોલ્ડમેડલ મેળવી કોલેજ તથા ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ નિપુણ પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળવી રહયાં છે. કોલેજના વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃતિઓ તેમજ અભ્યાસમાં પોતાની નિપુણતા સાબિત કરી કોલેજનું ગૌરવ વધારી રહયાં છે. તાજેતરમાં કોલેજની બે છાત્રાઓએ ગોલ્ડમેડલ મેળવી કોલેજને ગૌરવ અપાવ્યું છે. ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી દ્વારા તાજેતરમાં પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ કોલેજની છાત્રા હુમા મિયાજીએ સબ્જેકટ ટોપર તરીકે જયારે હમીરાબાનુ પઠાણે મેડિસિનલ કેમેસ્ટ્રીનું કન્ડીશનલ ગોલ્ડમેડલ મેળવ્યો છે. બંને છાત્રાઓએ ગોલ્ડમેડલ મળવા પાછળનો શ્રેય તેમના માતા-પિતા, કોલેજના મેનેજમેન્ટ તથા સ્ટાફને આપ્યો છે. સંસ્થાના ચેરમેન એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક, કરણ જોલી, કોલેજના આચાર્ય પ્રોફેસર ડૉ. કિશોર ઢોલવાણી તથા સ્ટાફે બંને છાત્રાઓને અભિનંદન પાઠવી તેમની સિદ્ધિને બિરદાવી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ડેડીયાપાડાના નવાગામ પાનુડા ગામે માતાએ દીકરીને ઠપકો આપતાં દીકરીએ ઝેરી દવા પી આત્મહત્યા કરતા ચકચાર.

ProudOfGujarat

વરેડિયા ભૂખી ખાડી ઉપર સમારકામના પગલે હાઇવે ઉપર ટ્રાફિકની સમસ્યા.

ProudOfGujarat

ઝઘડિયાના ખેડૂતના ખેતરમાં લાગેલ આગથી શેરડીના પાકને મોટું નુકશાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!