ભરૂચનાં નવી વસાહતમાં નગરપાલિકા દ્વારા આગામી ચૂંટણીને અનુલક્ષીને નવી વસાહતનાં રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ અહીં નવી વસાહત પાસે આવેલી ખુલ્લી ગટરોમાં અવાર-નવાર પશુઓ પડી જાય છે. નવી વસાહતનાં રહેવાસીઓએ રોડનાં કામકાજનો ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે.
ભરૂચમાં આવેલા આ વિસ્તારમાંથી ગટર પસાર થાય છે જે તૂટેલી છે જે વારંવાર લીકેજ થાય છે તો નગરપાલિકા દ્વારા જે રોડની કામગીરી કરવામાં આવી છે તેનો નવી વસાહતનાં રહેવાસીઓ ઉગ્ર વિરોધ કર્યો છે અને જણાવ્યુ છે કે ઠેર-ઠેર અહીં ખુલ્લી ગટરો છે જે બંધ અને આર.સી.સી. ની બનાવવાની આવશ્યકતા છે. ગટરમાં જે 4 જગ્યાઓ પર ડ્રેનેજ છે તે ડ્રેનેજને નવી રીતે બનાવવા જોઈએ જો અહીં પહેલા ગટરની કામગીરી કરવામાં નહીં આવે તો રોડની કામગીરી પણ અમારા દ્વારા તંત્રને કરવા દેવામાં નહીં આવે. આજે નવી વસાહતનાં રહેવાસીઓ દ્વારા રોડની કામગીરી અટકાવી પહેલા અહીં ગટરોની કામગીરી કરવામાં આવે ત્યારબાદ જ રોડ રસ્તાની કામગીરી કરવા દેવામાં આવશે તેવી માંગણી કરી છે.
ભરૂચ : નવી વસાહતથી રેલ્વે ગોદીને જોડતા માર્ગ ઉપર ખુલ્લી ગટરો હોવાથી સ્થાનિકોનો રોષ.
Advertisement