Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ખેડૂત બચાવો, દેશ બચાવોનાં સુત્ર સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઇખર જીલ્લા પંચાયત સીટ ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો…

Share

ભરૂચ જિલ્લાના પાલેજથી પાંચ કિમીનાં અંતરે આવેલા આમોદ તાલુકાનાં ઇખર ગામમાં આયોજિત ખેડૂત સંવાદ કાર્યક્રમમાં નારણભાઈ ઓડે ભાજપ સરકાર અદાણી અને અંબાણીની સરકાર હોવાના આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ પક્ષ માત્ર ખેડુતો અને ગરીબોની સરકાર છે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

કાર્યક્રમમાં કોંગ્રેસના મુખ્ય આગેવાન દલપત વસાવાએ ખેડુત બચાવો દેશ બચાવોની વાતથી પોતાની વાત ચાલુ કરી હતી કહ્યું કે બેરોજગારી, ગરીબી, ખેડુતોના પ્રશ્નો માટે તાનાશાહ સરકારને હટાવી કોંગ્રેસ પાર્ટીના ઊભા કરેલા ઉમેદવારને મત આપી ફરી કોંગ્રેસની સરકાર બનાવવા અપીલ કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે ખેડૂતો જે કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે તેને કોંગ્રેસ પાર્ટીનો સંપૂર્ણ ટેકો છે અને વધુમાં તેમણે સરકારે ખેડૂતો માટે જે કાયદા પસાર કરેલા છે તેની માહિતી પણ આપી કે આ કાયદો શું છે.

આ સંવાદ કાર્યક્રમમાં GPCC ના કારોબારી સભ્ય અને ડેડીયાપાડાના પ્રભારી, તાલુકા પ્રમુખ ઉસ્માન ભાઈ મિડી, કોંગ્રેસ અગ્રણી મેહબૂબ કાકુજી,
તાલુકા પંચાયતના પ્રભારી નારણભાઈ ઓડ, ઠાકોર ભાઈ, તાલુકા ઉપ પ્રમુખ ઇકબાલ એસ.ટી.ડી, ભરત ભાઈ તેમજ લોકસરકાર પ્રમુખ જકવાન જાલ હાજર રહ્યા હતા.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

લીડ બેંક સેલ ભરૂચ, બેંક ઓફ બરોડા તથા અન્ય સાથી બેંકો દ્વારા G20 ફાઇનાન્સ ટ્રેક અંતર્ગત ક્રેડિટ આઉટ રીચ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ગોધરા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાબરમતી હત્યાકાંડની 19 મી પુણ્યતિથી નિમિત્તે બાઇક રેલી યોજવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં હોળી ધુળેટીની રંગેચંગે ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!