Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : લારી-ગલ્લાવાળાનાં પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવવા આમ આદમી પાર્ટીની કલેકટર સમક્ષ રજૂઆત.

Share

ભરૂચમાં લારી-ગલ્લાવાળાનું કાયમી નિરાકરણ થાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા કલેકટર સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આમ આદમી પાર્ટીનાં ભરૂચનાં ઉપપ્રમુખ મુન્નાભાઈ દ્વારા કલેકટર સમક્ષ પાઠવાયેલ આ આવેદનપત્રમાં જણાવાયું છે કે ભરૂચમાં જે ટ્રાફિકની સમસ્યા છે તેને લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા અવારનવાર લારી-ગલ્લાવાળાને કાયદાની આડમાં પરેશાની વેઠવી પડે છે તેનો કાયમી નિકાલ કરવાની અમારી માંગણી છે.

આમ આદમી પાર્ટી દ્વારા અત્યંત ખરાબ માનસિકતા ધરાવતી ભરૂચ નગરપાલિકાનાં પ્રશાસનનો સખત વિરોધ છે. વહીવટી તંત્ર દ્વારા રોજનું કરી રોજ પોતાનું પેટ ભરતા લોકોને જે દંડ ફટકારવામાં આવે છે તેમજ આ ભૂમિકા દ્વારા સરકારી લોન લેવામાં આવી છે તે લોનનાં હપ્તાની ચુકવણી માટે દિન-રાત મહેનત કરે છે પરંતુ ભરૂચ નગરપાલિકા દ્વારા લારી-ગલ્લાવાળાને રોજગાર ધંધો કરવામાં હેરાનગતિ કરવામાં આવે છે. આમ આદમી પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે કે રસ્તાઓ પહોળા કરવામાં આવે અને લારી-ગલ્લાવાળાને કાયમી ધોરણે વ્યવસાય કરી શકે તે માટે જગ્યા ફાળવવામાં આવે અને આ પ્રશ્નોનું કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે.

Advertisement

Share

Related posts

ટપલાવાવ ગામ ખાતેથી જંગી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો…

ProudOfGujarat

ડેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મધમાખી પાલન અંગે જાગૃતતા શિબિર યોજાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસીની સિન્થેટિક ડ્રગ્સ એન્ડ ઇન્ટરમીડિયેટ કંપનીમાં કામ કરતો કામદાર થયો ગુમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!