ભરૂચમાં યોજાતા 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે જાહેર રસ્તા પરથી અસ્થાયી દબાણો વૈકલ્પિક વ્યવસ્થા વગર દૂર કરવામાં આવતા હિંદુસ્થાન નિર્માણ દળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને કલેકટર સમક્ષ લેખિત આવેદન પાઠવવામાં આવ્યું હતું.
આ લેખિત આવેદનમાં હિંદુસ્થાન નિર્માણ દળના ધવલ કનોજિયા દ્વારા જણાવાયું છે કે તાજેતરમાં 32 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેરમાર્ગ ઉપરનાં અસ્થાયી દબાણો કોઈપણ વ્યવસ્થા કર્યા વગર અચાનક દબાણ હટાવવામાં આવ્યા છે જે અન્યાધિક બાબત હિંદુસ્થાન નિર્માણ દળે ગણાવી છે.
કોરોના જેવા કપરા કાળમાં રોજગારીનાં પ્રશ્ને વિકરાળ સ્વરૂપ ધારણ કરેલ છે. આવા સંજોગોમાં ભરૂચ શહેરમાં નોન ” હોકર્સ ઝોન” અને હોકર્સ ઝોનની સ્પષ્ટા કરવામાં આવી નથી.
આથી આગામી સમયમાં લારી-ગલ્લાવાળાને તકલીફ ના પડે તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા લારી-ગલ્લાવાળાનું રજીસ્ટ્રેશન કરી નંબરની ફાળવણી કરવા માંગણી કરી છે.