Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ એકેડમીક એસોશિએશન દ્વારા ગોલ્ડ મેડાલીસ્ટ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું.

Share

ભરૂચ શહેરમાં પ્રતિ વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી ભરૂચ એકેડમીક એસોશિએશન દ્વારા આગવી પ્રતિભા ધરાવનાર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજવામાં આવે છે.

આ વર્ષે ભરૂચ એકેડમીક એસોશિએશન દ્વારા MBA ની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ગોલ્ડ મેડલ મેળવી ભરૂચનું નામ રોશન કરનાર હેત્વી ભવ્યતભાઈ શાહનું બહુમાન કરવામાં આવ્યું છે.

ભરૂચની હેત્વીને શિક્ષણમંત્રી દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માન કરાયું હતું. ભરૂચ એકેડમીક એસોશિએશનનાં સભ્યોએ ત્રણ ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થિનીનું સન્માન કરી પ્રોત્સાહન આપ્યું હતું.

આ તકે એકેડમીક એસોશિએશન પ્રમુખ ભાવિન પટેલે જણાવ્યુ હતું કે શિક્ષિત કન્યાએ જ વિકસિત સમાજની સાચી ઓળખ છે શહેરની તેજસ્વીની વિદ્યાર્થિની રાજય તથા રાષ્ટ્રીય સ્તરે શહેરનું નામ ઉજજવળ કરે તે માટે સમગ્ર સમાજે પોતાનો ફાળો આપવો જોઈએ.

Advertisement

Share

Related posts

રાજપારડી બજારમાંથી પાણી નીતરતી રેતીની ટ્રકોની આવજાવથી જનતા વ્યથિત.

ProudOfGujarat

અંકલેશ્વર ને. હા 48 પર વર્ષા હોટલના કંમ્પાઉન્ડમાંથી શંકાસ્પદ કેમિકલના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લા થાનગઢમાં આંગડીયા પેઢીનાં કર્મચારી ઉપર મરચાની ભુકી નાંખી 50 લાખની લુંટ ચલાવી ત્રણ લુંટારુઓ નાશી છુટતા સનસનાટી મચી જવા પામી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!