Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ગુરુદ્વારા ખાતે ગુરુ ગોવિંદસિંહજીની 354 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી.

Share

ભરૂચનાં કસક પાસે આવેલા ગુરુદ્વારા ખાતે ગુરુ ગોવિંદસિંહજીની 354 મી જન્મ જયંતિની સાદગીથી ઉજવણી કરવામાં આવી હતી.

શીખ ધર્મનાં 10 માં ગુરુ ગોવિંદસિંહજીની 354 મી જન્મ જયંતિની ઉજવણી આજે કસક ખાતે આવેલા ગુરુદ્વારામાં કરવામાં આવી હતી. શીખ સમુદાયનાં લોકો આજે યોજાયેલ ગુરુ ગોવિંદસિંહજીનાં જન્મોત્સવને પ્રકાશ પર્વ તરીકે ઉજવે છે. આ વર્ષે કોરોના મહામારીનાં કારણે અત્યંત સાદગીપૂર્વક શીખ સમાજ દ્વારા આ પ્રકાશ પર્વની ઉજવણી કરાઇ હતી.

ભરૂચ ગુરુદ્વારાનાં જસબીરસિંહ અને ત્યાં વસવાટ કરતાં શીખ સમુદાયનાં લોકોએ આ તકે જણાવ્યુ હતું કે ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મનાં 10 માં ગુરુ માનવમાં આવે છે. જેમણે અમૃત પાન કરી શીખ ધર્મની સ્થાપના કરી શીખ ધર્મને વિશ્વ વિખ્યાત બનાવ્યો છે. શીખ ધર્મની રક્ષા માટે ગુરુ ગોવિંદસિંહજીએ આપેલા બલિદાનો શીખ સમાજ કયારેય ભૂલી શકશે નહીં તથા ગુરુ ગોવિંદસિંહ શીખ સમાજમાં કલગીઘર પિતા કહેવાય છે. આજે તેમના જન્મદિન નિમિત્તે ગુરુદ્વારામાં લંગરનું પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝગડીયાના ભાલોદ ગામે શ્રીપરશુરામ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ ઝાડેશ્વરની સર્વનમન વિદ્યામંદિરમાં સોખડાથી નવો સ્ટાફ મૂકી દેવાતા વિવાદ, વિદ્યાર્થીનીઓને લેવા વાલીઓએ દોડ મૂકી.

ProudOfGujarat

ભરૂચ-હપ્તો ન ભરવામાં આવતા એક સાથે ૧૪ મકાનો ને સીલ મરાયા-સ્થાનિકો કેમ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો-જાણો ક્યાં બની ઘટના…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!