Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સુભાષચંદ્ર બોઝ જન્મ જયંતી નિમિત્તે યુવા મોરચા ભાજપા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

Share

મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર હોસ્પિટલ ખાતે સુભાષ ચંદ્ર બોઝ જન્મજયંતી નિમિત્તે ગરૂડેશ્વર તથા તિલકવાડા તાલુકા ભાજપા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સંચાલિત રેક ક્રોસ બ્લડ બેન્કનો સમગ્ર સ્ટાફ ડો. જે.એમ.જાદવ (એમ.ડી) તથા ગરૂડેશ્વર હોસ્પીટલના સ્ટાફ ડો. મિશ્રા સાહેબ, ડો. હિતેશ રાવલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા યુવા મોરચાના પ્રમુખ શ્રી જીતેશ.એન.તડવી, શ્રવણ તિલકવાડા પ્રમુખ શ્રી અલપેન્દ્રસિંહ શંકરસિંહ સોલંકી, જેન્તી કાન્તિલાલ તડવી, પુનીવાશ વનરાજસિંહ, મહેન્દ્ર શનાભાઈ તડવી તેમજ ગરૂડેશ્વર તાલુકા યુવા મોરચાના મંત્રીશ્રી અજીતસિંહ ગોહિલ, મહામંત્રી ધવલભાઈ પટેલ, યુવા મોરચા ભાજપા સેક્રેટરી સહદેવસિંહ.આર.સોલંકી, ચિરાગ સોલંકી, ઉમંગ શાહ, ઐલેન્દ્ર્સિંહ ગોહિલ, નરેન્દ્રભાઈ તડવી(મહામંત્રી), યોગેન્દ્રસિંહ ગોહિલ (ગોપાલપૂરા), મુકેશ તડવી, રાહુલ તડવી સહીત મોતી સંખ્યામાં રક્ત દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌ લોકો ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા શાંતિપૂર્ણ માહોલમાં કાર્યક્ષેત્ર પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમમાં આશરે ૫૦ થી ૫૫ જેટલા રક્ત્દાતાઓએ રક્તદાન કર્યું હતું. મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ધામેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરમાં… અશાંત ધારો 46 વિસ્તારોમાં લાગુ જાણો ક્યાં? ઐતિહાસિક નિર્ણય…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત કન્વર્ઝન તથા જિલ્લા કક્ષા મોનીટરિંગ અને રિવ્યુ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

સ્વ. અહમદ પટેલની આજે 74 મી જન્મ જયંતિ – ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર નેતા, જેમણે પરિવારને રાજકારણથી રાખ્યુ હતું દૂર

ProudOfGujarat
error: Content is protected !!