Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંમડી-પખાજણ-અંભેલ પંચાયત દ્રારા જમીન સંપાદન મુદ્દે જીલ્લા કલેકટરને રજુઆત

Share

*જમીન સંપાદન થી સ્થાનિક વિસ્તારમાં રોજગારીની તકો ઉપલબ્ધ થશે: બહારગામ ના તત્વો વાદવિવાદ ઉભા કરતા હોવાનો આક્ષેપ
દહેજ એસ.ઇ.ઝેડ ના બીજા એકમ માટે જીઆઇડીસી દ્વારા લીમડી, પખાજણ, અંભેલ ગામોની જમીનો સંપાદીત કરવાના પ્રકરણમા ત્રણેય ગામોના ગ્રામ પંચાયતના હોદ્દેદારો તથા ધરતીપુત્રો એ મોટીસંખ્યામાં ભરૂચ કલેકટરને આવેદન પત્ર પાઠવી આભાર વ્યક્ત કરવા સાથે બહારગામના કેટલાક તત્વો ખોટી રીતે વાદવિવાદ ઉભા કરતા હોવાનો તેમજ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા ખોટા રાજકીય દાવપેચ કરતા હોવાના સનસનીખેજ આક્ષેપો લગાવ્યા હતા.
સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ એસ.ઈ.ઝેડ ના બીજા એકમ માટે જીઆઇડીસી દ્વારા વાગરા તાલુકાના પખાજણ, અંભેલ, લીમડી ગામો ની અંદાજિત ૧૭૪૦ એકર જમીનો નું સંપાદન કરાયુ હતું જેમાં સંપાદિત થયેલી જમીનો માં નિયમ મુજબ ૭/૧૨ પર રહેલા ખેત માલિકોને તેના વળતરની ચુકવણા પણ કરી દેવાયા હતા જોકે આ સમગ્ર મામલે ખેડૂત હિત રક્ષક દળ દ્વારા સદર સંપાદનમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો સાથે તપાસની માગણી કરાઇ હતી સદર સંપાદનમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો લગાવ્યા હતા જોકે આ આક્ષેપોને ફગાવતા લીમડી પખાજણ અને અંભેલ ગામના ગ્રામ પંચાયતના હોદ્દેદારો એ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી રજુઆત કરાઇ હતી હાલ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર પાઠવી સદર જમીન સંપાદનથી સ્થાનિક વિસ્તારમાં રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે તેમજ સ્થાનિક ખેડૂતો ની આર્થિક સુખાકારી વધશે તેમજ આ વિસ્તારનો વિકાસ થશે એવા સંજોગોમાં રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવા સાથે સદર મામલે કેટલાક લેભાગુ તત્વોના પેટમાં તેલ રેડાયું હોય ખેડૂતોના હિત ના નામે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા જાતે બની બેઠેલા ખેડૂત આગેવાનો સંપાદનની પ્રક્રિયામાં રોડા નાખવા તેમજ વિકાસના કામમાં અડચણ ઊભી કરવા સરકાર અને વહીવટી તંત્રના અધિકારીઓ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી લોકોને ગુમરાહ કરવા સાથે સ્થાનિક ખેડૂતો ને ખોટા લોભ લાલચ અને પ્રલોભનો આપી વધુ નાણાં અપાવવાની લાલચ સાથે રાજકીય ષડયંત્ર અને પ્રપંચો કરતા હોવાના આક્ષેપો લગાવ્યા હતા તંત્ર ને આવા લેભાગુ તત્વો ને ધ્યાન પર ન લેવા અરજ ગુજારી હતી વધુમાં પત્રમાં જણાવ્યા અન્વયે આદિવાસી ખેડુતો સાથે કોઈપણ પ્રકારનો અન્યાય ન થયો હોય તેમજ તેમનું કોઈ પણ પ્રકારનુ શોષણ ન થયું હોવાનું તેમજ સંપાદનની પ્રક્રિયામાં તમામ ચુકવણા ચેક થી થયા હોય તેમ પણ પંચાયતોએ જણાવ્યું હતું સદર જમીન સંપાદન સ્થાનિક પ્રજાના વ્યાપક હિતમાં હોય આવા લેભાગુ તત્વો સામે કડકાઈથી કામ લેવા પણ ધરતીપુત્રો દ્વારા જિલ્લા કલેકટર ને અનુરોધ કરાયો હતો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા જીઆઇડીસીમાં જાહેર માર્ગો પર પાર્ક કરાતા વાહનોને લીધે સર્જાતી ટ્રાફિકની સમસ્યા.

ProudOfGujarat

ઉમરપાડામાં વડાપ્રધાનના 73 માં જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય દ્વારા 73 બહેનોને સાડીની ભેટ અપાઈ

ProudOfGujarat

બુટલેગરો બેફામ : ભરૂચના અયોધ્યા નગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ક્રાઈમ બ્રાંચે દારૂનો જથ્થો ઝડપ્યો, સ્થાનિક એ ડિવિઝન પોલીસ નિદ્રામાં..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!